મુંબઈઃ કોરોનાના કાળને લઈ સંકટ ઉભું થતા લોકડાઉનની સ્થિતિ છે. આ ઘડીમાં બૉલીવુડ સ્ટાર્સ અનેક રીતે મદદરૂપ બની રહ્યાં છે. આ દરમિયાન વરુણ ધવને ગરીબ લોકોને અને હોસ્પિટલમાં કામ કરતાં કર્મચારીઓને ભોજન પુરૂ પાડવાનો સંકલ્પ કર્યો છે. જેની જાણકારી ખુદ અભિનેતા વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર આપી છે.
લોકડાઉનની સ્થિતમાં સામાન્ય લોકોને અને ગરીબ લોકોને પ્રમાણમાં વધારે મુશ્કેલી પડી રહી છે, ત્યારે બૉલીવુડ સ્ટાર્સ વિવિધ રીતે લોકોની વ્હારે આવી રહ્યાં છે. આર્થિક, સામાજીક અને માનસિક રીતે લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યાં છે. આ કડીમાં વરુણ ધવન પણ સામેલ થયાં છે. વરુણ ધવન ગરીબો માટે આગળ આવ્યાં છે. તેમણે ગરીબો અને હોસ્પિટલમાં કામ કરતાં કર્મચારીઓને ભોજન પુરૂ પાડવાનો સંકલ્પ કર્યો છે.
વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર આ અંગે માહિતી આપતાં કહ્યું કે, ' મને એ લોકો માટે દુખ થઈ રહ્યું છે જેમની પાસે લોકડાઉનની આ સ્થિતિમાં તેમના માથે છત પણ નથી. જેથી આ સપ્તાહમાં મે એ ગરીબોને ભોજન આપવાનો સંકલ્પ કર્યો છે જેમની પાસે ઘર નથી. આ સાથે જ ડોકટર્સ અને હોસ્પિટલના કર્મચારીઓને ભોજન આપવાનો સંકલ્પ કર્યો છે.'
વરુણના આ સંકલ્પ માટે તેમણે તાજ પબ્લિક સર્વિસ વેલફેયર ટ્રસ્ટ સાથે મળી પ્રક્રિયા હાથ ધરી છે. જેના માધ્યમથી ગરીબોને અને ડોક્ટર્સને ભોજન આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે આ એક નાનું પગલું છે, પરંતુ આ સમયમાં નાના નાના પગલા પણ ગણવાં પડશે. મારાથી જેટલું થશે તેટલું હું જરૂર કરીશ. નોંધનીય છે વરુણ ધવને પીએમ કેયર્સ ફંડમાં પણ 30 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું છે.