ગુજરાત

gujarat

ETV Bharat / sitara

valentine's Week special: ભજ્જી અને ગીતાની લવસ્ટોરી - sports news

વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. ત્યારે આજે તમને ભારતીય ટીમના અનુભવી ક્રિકેટર હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરાની લવ સ્ટોરી વિશે જણાવીશું કે કેવી રીતે ભજ્જી ગીતાને જોતાં જ ક્લીન બોલ્ડ થઈ ગયા હતા અને કેવી રીતે તેમને ગીતા સાથે પ્રથમ નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો.

geeta basra and harbhajan singh
geeta basra and harbhajan singh

By

Published : Feb 9, 2021, 1:18 PM IST

  • ભજ્જી ગીતાને જોતાં જ ક્લીન બોલ્ડ થઈ ગયા હતા
  • ભજ્જીને ગીતા સાથે પ્રથમ નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો
  • 8 વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ શીખ રીત રીવાજો સાથે લગ્ન કર્યા

હૈદરાબાદ: અનુભવી સ્પિનર હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરાના લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. તેઓ હવે એક પુત્રીના માતા-પિતા બની ચૂક્યા છે. તેમની પુત્રીનું નામ તેઓએ હિનાયા હીર પ્લાહા રાખ્યું છે. આ કપલની પ્રેમ કહાની રસપ્રદ છે. ભજ્જી ગીતાને જોઈને જ ક્લીન બોલ્ડ થઈ ગયા હતા. તેમને ગીતા સાથે પ્રથમ નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો.

geeta basra and harbhajan singh

ગીતાને મ્યૂઝિક વીડિયોમાં જોઈ હતી

તમને જણાવી દઈએ કે, ભજ્જીએ ગીતાને એક મ્યુઝિક વીડિયોમાં જોઈ હતી અને તેણે નક્કી હતું કે તેઓ ગીતા સાથે વાત કરીને જ રહેશે. ત્યારબાદ તેને તેના ક્રિકેટ મિત્રો પાસેથી ગીતાનો નંબર મેળવ્યો અને 10 મહિનાની મહેનત બાદ તેણે ગીતાને ડેટ કરવાનું શરૂ કર્યું.

ભજ્જી-ગીતાએ 8 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા

જો કે, આ એટલું પણ સરળ નહોંતુ. તેઓએ એકબીજાને 8 વર્ષ સુધી ડેટ કર્યું હતુ. ગીતાએ કહ્યું કે, તે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી તેથી તેણી જલ્દીથી લગ્ન કરવા તૈયાર નહોંતી. આખરે બંને 29 ઓક્ટોબર 2015નાં રોજ લગ્ન માટે સંમત થયા.

શીખ રિવાજો સાથે લગ્નગ્રંથીથી જોડાયા

તેમણે શીખ રિવાજો સાથે લગ્ન કર્યા અને એક ભવ્ય રિસેપ્શન પાર્ટી પણ આપી હતી. જેમાં નરેન્દ્ર મોદી અને મનમોહનસિંઘ જોડાયા હતા. ત્યારબાદ 27 જુલાઈ 2017 ના રોજ તેના ઘરે એક પુત્રીએ જન્મ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details