ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સાઉદી અરેબિયાના સુપરસ્ટાર સાથે ઉર્વશી રૌતેલાની પુલ તસવીરો થઈ વાયરલ - બોલીવૂડ સમાચાર

બોલીવૂડની ફેમસ હીરોઈન ઉર્વીશ રૌતેલા હમેંશાની જેમ પોતાની જબરજસ્ત સ્ટાઈલ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. ઉર્વશીની સ્ટાઈલ ફેન્સને એટલી બધી ગમે છે કે તે જોતજોતામાં વાયરલ થવા માંડે છે. તે એક્ટિંગ સાથે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે.

ઉર્વીશ રૌતેલા
ઉર્વીશ રૌતેલા

By

Published : Aug 10, 2021, 11:03 PM IST

  • બોલીવૂડ અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
  • સાઉદી અરેબિયાના સુપરસ્ટાર સાથે તસવીરો શેર કરી
  • મોહમ્મદ રામાદાન સાથેની સ્વિમિંગ પુલની તસવીરો શેર કરી

ન્યૂઝ ડેસ્ક: ઉર્વશી રૌતેલાએ પોતાની કેટલીક હોટ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે પુલમાં બિકીની પહેરીને આગ લગાવતી જોવા મળી રહી છે. તેમજ તેની સાથે સાઉદી અરેબિયાના સુપરસ્ટાર મોહમદ રામાદાન પણ પુલમાં જોવા મળ્યા છે. આ તસવીરો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.

વસર્ચિ બેબીની શૂટિંગ દરમિયાનની તસવીરો

ઉર્વશી રૌતેલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાઉદી અરેબિયાના સુપરસ્ટાર મોહમદ રામાદાન સાથે પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે. આપને જણાવી દઇએ કે ઉર્વશી રામાદાન ની સાથે ‘વસર્ચિ બેબી’માં જોવા મળી રહી છે. બન્નેનું આ ગીત ખૂબ હિટ થયું હતું. તે આ બન્નેની એક સાથે પુલની તસવીરો ચર્ચામાં રહી છે. ઉર્વશી અને રામાદાન ની આ તસવીરો વસર્ચિ બેબીની શૂટિંગ દરમિયાનની છે. તસવીરોમાં આપ જોઈ શકો છો કે ઉર્વશી શિમરી પિંક ટુ પીસ પહેરીને પુલમાં બેઠેલી દેખાય છે. જેમાં ઉર્વશી ખૂબસુરત દેખાય છે. જ્યારે મોહમ્મદ રામાદાન શર્ટલેસ દેખાય છે.

આ પણ વાંચો- 27 વર્ષની થઈ અભિનેત્રી ઉર્વશી રૌતેલા, જાણો શું છે તેના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો...

ફેન્સ થયા ફ્લેટ

આ તસવીરો શેર કરીને ઉર્વશી કેપ્શનમાં લખી રહી છે કે 3 મહિને મુબારક હો #Versacebaby હું ક્રેઝી રહી છું. મને આ પસંદ છે. ઉર્વશીની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી છે.

ABOUT THE AUTHOR

...view details