તમને જણાવી દઈએ કે, ETV BHARAT દ્વારા જલ્દી જ પ્રદેશના પહાડી વિસ્તારોમાં તેજી સાથે થઈ રહેલા લોકોની હિજરત વિરૂદ્ધ એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ઝુંબેશની સાથે અભિનેત્રી પણ જોડાઈ ચુકી છે. ETV BHARAT સાથે વાત કરતા ઉર્વશીએ જણાવ્યું કે, જો પ્રદેશના પહાડોમાંથી થઈ રહેલી હિજરતને રોકવી હોય તો એ જરૂરી છે કે રાજ્ય સરકાર પહોડોમાં પ્રાથમિક સુવિધાઓને પૂર્ણ કરવા પર ધ્યાન આપે.
હિજરતને લઈને ETV BHARATની ઝુંબેશ સાથે જોડાઈ ઉર્વશી રૌતેલા
દેહરાદૂન: ઉત્તરાખંડની બેટી અને બોલીવુડમાં પોતાના અભિનય દ્વારા દેશ અને દુનિયાના કરોડો લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ETV BHARAT સાથે ખાસ વાત કરી. આ દરમિયાન ઉત્તરાખંડના પહાડોમાં તેજીથી થઈ રહેલા લોકોની હિજરત અંગે ખાસ વાત કરી હતી.
હિજરતને લઈને ETV BHARATની ઝુંબેશ સાથે જોડાઈ ઉર્વશી રૌતેલા
આ સિવાય તેમણે ઉત્તરાખંડમાં રહેનારા લોકો માટે એક સલાહ આપી હતી. તેણે કહ્યું કે, જે પોતાના કામ માટે પ્રદેશથી બહાર રહે છે તે કોઈપણ વ્યક્તિએ પોતાની જન્મભૂમિ સાથે પોતાની લાગણી ક્યારેય છોડવી જોઈએ નહીં.
જો કે પોતાની ફિલ્મો અંગે વાત કરતા ઉર્વશીએ કહ્યું કે, જલ્દી જ તે 'પાગલપંતી'માં જોવા મળશે. આ એક કોમેડી ફિલ્મ છે. જો કે આ ફિલ્મ 8 નવેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે. તેની સાથે આ ફિલ્મમાં જૉન અબ્રાહમ, અનિલ કપૂર અને અરશદ વારસી પણ જોવા મળશે.