- બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાએ ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ
- ઉર્વશીએ વર્કઆઉટ કરતો એક વીડિયો કર્યો શેર
- ઉર્વશીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ અભિનેત્રી પણ માનવામાં આવે છે
અમદાવાદઃ બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાએ ફરી એક વાર ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી દીધી છે. આ વખતે ઉર્વશીએ વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે હેમર સ્ટ્રેન્થ બેલ્ટ સ્ક્વાટ્સ કરતી જોવા મળી રહી છે. જોકે, તેના ફેન્સને આ વીડિયો ઘણો પસંદ પડી રહ્યો છે અને કસરત માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. ઉર્વશી પોતાની ફિટનેસનું હંમેશા ધ્યાન રાખે છે. તે હંમેશા જીમમાં મહેનત કરતી જોવા મળે છે. ઉર્વશીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ અભિનેત્રી પણ માનવામાં આવે છે.
લોકો ઉર્વશીના વર્કઆઉટ વીડિયોની રાહ જોતા હોય છે
આપને જણાવી દઈએ કે, ઉર્વશીની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઇંગ છે. ઉર્વશીના વર્કઆઉટ વીડિયોની લોકો રાહ જોતા હોય છે. આ પહેલા પણ ઉર્વશીએ બોક્સિંગની પ્રેક્ટિસ કરતો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક વ્યક્તિ તેના પેટ પર મુક્કા મારતો હતો. ઉર્વશી અત્યારે અનેક પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે.