ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નુસરત જહાંના દુર્ગા અવતાર પર ઈસ્લામિક ધર્મના ગુરુઓએ જતાવી નારાજગી - Nusrat jahan

ફિલ્મ અભિનેત્રી અને બંગાળની સાંસદ નુસરત જહાં ફરી એક વાર ચર્ચામાં આવી છે. આ વખતે નુસરત જહાંએ દુર્ગા મા ના ડ્રેસ પહેરેલો ફોટોશૂટ કર્યું હતું. બાદમાં તે ફોટા તેમણે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા છે. નુસરત જહાંના દુર્ગા બનવા અંગે દેવબંધી ઉલામાએ વાંધો ઉઠાવ્યો છે.

Nusrat jahan
Nusrat jahan

By

Published : Oct 1, 2020, 1:38 PM IST

સહારનપુરઃ ફિલ્મ અભિનેત્રી અને બંગાળની સાંસદ નુસરત જહાં ફરી એક વાર ચર્ચામાં આવી છે. આ વખતે નુસરત જહાંએ દુર્ગા મા ના ડ્રેસ પહેરેલો ફોટોશૂટ કર્યું હતું. બાદમાં તે ફોટા તેમણે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા છે. નુસરત જહાંના દુર્ગા બનવા અંગે દેવબંધી ઉલામાએ વાંધો ઉઠાવ્યો છે.

તેમણે કહ્યું કે ઇસ્લામમાં બિન-ઇસ્લામિક દેવ-દેવી બનવું અને તેમની પૂજા કરવી પ્રતિબંધિત છે. કેટલીક એવી બાબતો છે જેને ઇસ્લામમાં કરવાની મંજૂરી નથી. તેથી નુસરત જહાંએ આ બધાથી બચવું જોઈએ અને અલ્લાહને પ્રાર્થના કરવી જોઈએ. કોઈ મુસ્લિમને બીજા ધર્મના દેવ-દેવતાઓનું પાલન કરવાથી ઇસ્લામ ન કહી શકાય.

તમને જણાવી દઈએ કે હાલ બંગાળની પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી અને લોકસભાના સાંસદ નુસરત જહાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ફેન્સ સાથે જોડાઈ રહેવા માટે નુસરત અવાર નવાર તેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતી રહેતા હોય છે. તાજેતરમાં તેમણે પોતાનો મા દુર્ગાનો વેશ ધારણ કરેલો ફોટો શેર કર્યો હતો. જેને લઈ ઈસ્લામિક ધર્મના ગુરુઓ અને ઉલેમાઓએ તેનો વિરોધ કર્યો છે.

ફોટમાં નુસરત મા દુર્ગાના વેશમાં જોવા મળી રહ્યાં છે. મોઢા પર ચમક અને હાથમાં ત્રિશુળ સાથે નુસરત ખુબ જ સુંદર લાગે છે.

ABOUT THE AUTHOR

...view details