ન્યૂઝ ડેસ્ક: હિન્દી સિનેમા અને તેના કલાકારો પર વાહિયાત નિવેદનો અને ટ્વીટ કરનારા નિર્માતા અને અભિનેતા કમલ આર ખાને ફરી એકવાર એવું જ કર્યું છે. આ વખતે તેણે સીધો જ અભિષેક બચ્ચન (KRK and Abhishek bachhan) પર નિશાન સાધ્યું છે. કેઆરકેના આ હુમલા પર અભિષેક પણ ચૂપ ન રહ્યો. અભિષેકએ કમાલ આર ખાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ તમામ વિવાદ અભિષેક બચ્ચનના ટ્વિટથી (Abhisek Bachhan Twitter Handle) શરૂ થયો છે, જેમાં અભિનેતાએ સાઉથની એક ફિલ્મના વખાણ કર્યા છે.
જાણો સમગ્ર મામલા વિશે
અભિષેક બચ્ચને પોતાના ટ્વીટમાં સાઉથની ફિલ્મ 'વાશી'નું પોસ્ટર શેર કરી કહ્યું, 'મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અદ્ભુત ફિલ્મ આવી રહી છે - વાશી. ગુડલક તોવિનો થોમસ, કીર્તિ સુરેશ અને સમગ્ર ટીમને શુભકામનાઓ, જ્યારે કમાલ આર ખાને અભિષેકનું આ ટ્વીટ જોયું તો તેણે પોતાની હાસ્યાસ્પદ શૈલીમાં અભિષેકની ટ્વીટને રીટ્વીટ કરીને વાહિયાત વાતો લખી હતી.
આ પણ વાંચો:Kangna Ranuat On Gangubai Kathiyavdi: કંગના રનૌતે 'ગહરાઇયાં' બાદ હવે 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નો વારો લીધો
કમાલ આર ખાને અભિષેકના ટ્વીટને રીટ્વીટ કરી અને લખ્યું......
કમાલ આર ખાને અભિષેકના ટ્વીટને રીટ્વીટ કરી અને લખ્યું, 'ભાઈ, ક્યારેક તમે બોલિવૂડના લોકો પણ ઇનર્કેડિબલ ફિલ્મ બનાવજો!' કમાલ આર ખાનના આ રીટ્વીટ પર, અભિષેકએ તરત જ અભિનેતાને જવાબ આપ્યો હતો. કમાલ આર ખાનના આ રીટ્વીટનો જવાબ આપતા અભિષેકે લખ્યું, 'પ્રયત્ન કરીશ, તમે બનાવી હતીને દેશદ્રોહી..
અભિષેકનો જવાબ વાંચીને KRK સુન્ન
અભિષેકનો જવાબ વાંચીને KRKનું મન સુન્ન થઈ ગયું અને તેણે લખ્યું, 'હાહાહા, મારી ફિલ્મના બજેટ કરતાં તમારા મેક-અપ મેનનું બજેટ વધુ છે. બીજી વાત કે બોલિવૂડના લોકોએ એવું થવા ન દીધું, નહીતર તો બ્લોકબસ્ટર બનાવીને દેખાડી દેત, ત્યારે દર્શકો પણ અભિષેક અને કમાલ ખાનના આ ટ્વિટર યુદ્ધની મજા લઈ રહ્યા છે.
આ પણ વાંચો:Film 'Drishyam 2: 'દ્રશ્યમ 2'માં આ હેન્ડસમ એક્ટરની એન્ટ્રી, 12 વર્ષ બાદ આ જોડી મચાવશે ધમાલ