ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટેલિવિઝન પર્સનાલિટી અને પ્રખ્યાત શેફ જગી જૉનનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ - model news

મુંબઇ: ટેલિવિઝન પર્સનાલિટી, પ્રખ્યાત શેફ અને મોડેલ જગી જૉનને કુરાવણકોણમમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેની ઉંમર માત્ર 38 વર્ષની હતી.

ટેલિવિઝન પર્સનાલિટી અને પ્રખ્યાત શેફ જગી જૉનનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ
ટેલિવિઝન પર્સનાલિટી અને પ્રખ્યાત શેફ જગી જૉનનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ

By

Published : Dec 25, 2019, 6:27 PM IST

Updated : Dec 25, 2019, 7:15 PM IST

યોગ અને રસોઈને લગતા ઘણા પ્રખ્યાત વીડિયો બનાવનાર જૉનનો મૃતદેહ સોમવારે તેના રસોડામાંથી મળી આવ્યો હતો.

જ્યારે જૉનના મિત્રોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને નિષ્ફળ ગયા ત્યારે તેણે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તપાસ કરાતા જૉનનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. જૉન ઘરમાં તેની માતા સાથે રહેતી હતી.

ટેલિવિઝન પર્સનાલિટી અને પ્રખ્યાત શેફ જગી જૉનનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ

મંગળવારે મૃતદેહની તપાસ પૂર્ણ થયા બાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કોતરાક્કારા લઈ જવામાં આવ્યો છે.

Last Updated : Dec 25, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details