- અભિનેતા સંજય દત્તનો આજે 62મો જન્મદિવસ
- સંજય દત્તનું જીવન ફિલ્મી વાર્તાથી ઓછું નથી
- સંજય દત્તના જીવન પર સંજુ ફિલ્મ બની
અમદાવાદ : હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સંજય દત્તનો આજે 62મો જન્મદિવસ છે. બોલિવુડના મોટા-મોટા કલાકારો સંજય દત્તને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સંજય દત્ત મહાન અભિનેતા સુનીલ દત્ત અને અભિનેત્રી નરગિસના પુત્ર છે. તેઓ પોતાના માતા-પિતાની જેમ જ એક દિગ્ગજ કલાકાર છે.
સંજય દત્તના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા
સંજય દત્તના જીવનમાં તેમની ફિલ્મોની જેમ અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. જોકે, સંજયે દરેક પરિસ્થિતિનો હિંમતથી સામનો કર્યો હતો. કરોડો દિલો પર રાજ કરનારા સંજય દત્તે કેટલાક વર્ષો જેલમાં પણ વિતાવ્યા છે.
રોકી ફિલ્મના પ્રીમિયરના ત્રણ દિવસ પહેલા નરગિસનું નિધન
વર્ષ 1980માં આવેલી ફિલ્મ 'રોકી'થી સંજય દત્તે બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. સંજયની માતા નરગિસને પોતાના પુત્રની પહેલી ફિલ્મ જોવાની ખૂબ જ ઈચ્છા હતી. પરંતુ તેમને કેન્સર થતા રોકી ફિલ્મ રિલીઝ થતા પહેલાં જ તેમનું નિધન થયું હતું.
રોકી ફિલ્મના પ્રીમિયર પહેલા જ નરગિસનું થયુ હતું નિધન
રોકી ફિલ્મના પ્રીમિયરના ત્રણ દિવસ પહેલા જ નરગિસનું નિધન થયું હતું. જ્યારે નરગિસના નિધન પછીના જ વર્ષથી સંજય દત્તે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેઓ પાંચ મહિના જેલમાં અને અમેરિકાના નશામુક્તિ કેન્દ્રમાં 2 વર્ષ રહ્યા હતા. ત્યાં ડ્રગ્સથી પીછો છોડાવ્યા પછી બોલિવુડમાં રિ-એન્ટ્રી કરી હતી. સંજય દત્તે માન્યતા સાથે ત્રીજા લગ્ન કર્યા છે.