20 ઓગસ્ટ 1976ના રોજ રણદીપ હુડાનો જન્મ થયો હતો. ફિલ્મ જગતમાં બાળપણથી લઈ રમતના શોખીન રણદીપ હુડા ઓસ્ટ્રેલિયામાંથી MBAનો અભ્યાસ કર્યા બાદ ભારતની એક વિમાન કંપનીમાં કામ કરતો હતો. તેમણે પ્રથમ વખત મૉડલિંગ કરવાની ઓફર મળી હતી. જેનો રણદીપે સ્વીકાર કર્યો હતો.
Birthday Special: આજે છે રણદીપ હુડ્ડાનો 43મો જન્મદિવસ - randeep hooda
મુંબઈ: બૉલીવુડના એક એવા અભિનેતા જેને પોતાના અભિયનથી હિંન્દી સિનેમામાં એક આગવી ઓળખ બનાવી છે. સાહિબ, બીબી, ગૈંગસ્ટર અને જન્નત જેવી ફિલ્મોમાં સફળતા મેળવનાર ગબરુ જવાન રણદીપ હુડ્ડાનો આજે 43મો જન્મદિવસ છે.
ત્યારબાદ રણદીપે દિલ્લીમાં થિએટર આર્ટિસ્ટના રુપમાં કામ કરવાનું શરુ કર્યુ હતું. જે બાદ તેમના સફરની શરુઆત થઈ હતી. મધ્યમ વર્ગથી બૉલીવુડમાં સફર કરનારા રણદીપ માટે આસાન હતું. રણદીપ હુડ્ડાના પિતા મેડીકલ સર્જન હતાં. જ્યારે, તેમની માતા સામાજિક કાર્યકર્તા હતી. રણદીપે કૉલેજનો અભ્યાસ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન મેળવ્યો હતો. જ્યાં તેમણે તેમના પોકેટમની માટે ટેક્સી ચલાવી હતી. તેમજ ત્યાં તેમને કારના ગેરજમાં કામ કર્યુ હતું.
ફિલ્મ મૉન્સૂન વેડિંગમાં કામ કર્યા બાદ આગામી ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ 4 વર્ષ રાહ જોઈ હતી. જે 2005માં આવેલી ફિલ્મ " D "હતી. ત્યારબાદ બોકસ ઓફિસ પર રણદીપની ફિલ્મોએ ધમાલ મચાવ્યો હતો. રણદીપે બૉલીવુડમાં અનેક ફિલ્મો કરી છે.