મુંબઈઃ ઇરફાન ખાનનું 54 વર્ષે 29 એપ્રિલના રોજ મુંબઇમાં અવસાન થયું હતું. આજે તેમા નિધનને એક મહિનો પુર્ણ થયો છે. ત્યારે અભિનેતાના પત્નિ સુતાપા સિકદરે કેટલીક તસવીરો શેર કરી ભાવુક પોસ્ટ લખી છે. સુતાપાએ ફેસબુક પર બે ફોટા શેર કર્યા છે.
ઈરફાન ખાનના નિધનને એક મહિનો પૂર્ણ, પત્નિ સુતાપા થયા ભાવુક - Bollywood news
બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાનના નિધનને આજે એક મહિનો થયો છે. એવામાં તેમના પત્નિ સુતાપાએ સોશિયલ મીડિયામાં તેમના ફોટા શેર કરી ભાવુક પોસ્ટ લખી છે.
બૉલીવુડના ફેમસ અભિનેતા ઈરફાન ખાનના નિધનને એક મહિનો પુર્ણ થયો છે. ત્યારે તેમના પત્નિ સુતાપા સિકદરે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરી ભાવુક પોસ્ટ લખી છે. તેમણે ફેસબુકમાં બે ફોટા શેર કર્યા છે, જેમાં એક ફોટોમાં ઈરફાન ખાન જોવા મળે છે જ્યારે બીજા ફોટામાં તે બંને જોવા મળે છે. આ સાથે તેમણે લખ્યું છે કે, 'સાચુ અને ખોટું કરવાના વિચારોથી દુર પણ એક દુનિયા છે. હું તમને ત્યાં મળીશ. બસ આ એક સમયની વાત છે, મળીશું.. વાતો કરીશું..જયારે આપણે ફરી મળીશું.'
ઈરફાન ખાનનું નિધન ન્યુરોએન્ડોક્રાઈનથી પીડાઈ રહ્યાં હતાં. તેઓ આ બિમારીની સારવાર માટે વિદેશ પણ ગયાં હતાં. પરંતુ આખરે તે જીવનથી હારી ગયા અને દુનિયાને છોડી જતા રહ્યાં.