ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા ટાઈગર શ્રોફે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું 'ગણપત' ફિલ્મનું ટીઝર, જોવા મળ્યો ધમાકેદાર અંદાજ - upcoming move of tiger shroff

બૉલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ ફિલ્મો, લુક્સ, સ્ટાઈલ અને સોશિયલ મીડિયાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે ટાઈગર શ્રોફના ફેન્સ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે કારણ કે, ટાઈગરની આગામી ફિલ્મ 'ગણપત'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટાઈગરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનું ટિઝર શેર કર્યું છે.

અભિનેતા ટાઈગર શ્રોફે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું 'ગણપત' ફિલ્મનું ટીઝર, જોવા મળ્યો ધ
અભિનેતા ટાઈગર શ્રોફે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું 'ગણપત' ફિલ્મનું ટીઝર, જોવા મળ્યો ધ

By

Published : Aug 21, 2021, 6:23 PM IST

  • ટાઇગર શ્રોફે રિલીઝ કર્યું પોતાની ફિલ્મનું ટિઝર
  • ફેન્સને પસંદ આવી રહ્યું છે આ ટિઝર
  • હવે ફેન્સને રહેશે ટ્રેલરનો ઇન્તેઝાર

ન્યૂઝડેસ્ક: બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફ તેની આગામી ફિલ્મ 'ગણપત'ના કારણે અનેક વાર ચર્ચામાં રહે છે. ત્યારે ટાઈગરે ઈન્સ્ટાગ્રામ પર ગણપત ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં તે ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો છે. આ સાથે જ તેના ફેન્સને આ ટિઝર ઘણું પસંદ આવી રહ્યું છે. ગણપતના ટિઝરમાં ટાઈગરની એન્ટ્રી જોરદાર ડાયલોગ સાથે થાય છે. જો કે, હવે લોકો તેની ફિલ્મના ટ્રેલર માટે રાહ જોઈ રહ્યાં છે.

અનેક ફિલ્મોમાં વ્યસ્ત છે ટાઈગર
આપને જણાવી દઈએ કે, ટાઈગર હવે આગામી ફિલ્મ હિરોપંતી 2, ગણપત અને રેમ્બૉ મુવીઝમાં જોવા મળશે. આ માટે તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે. ગણપત ફિલ્મમાં ટાઈગર અને કૃતિ સેનનની જોડી ફરી એક વાર સાથે જોવા મળશે. દર્શકો પણ બન્નેને એકસાથે જોવા માટે ઉત્સુક છે.

ABOUT THE AUTHOR

...view details