"સુપરહ્યૂમન" ટાઈગરનો વિડીયો જોઈ દંગ રહી જશો
મુબંઇ: બોલીવુડનો ટાઈગર હંમેશા તેની ફિટનેસ માટે સોશિયલ મીડિયા પર જાણીતો છે. કંઈક આવું જ તેણે તેના એક નવા વિડીયોમાં કર્યું છે. જેથી તેને સુપરહ્યૂમન પણ લોકોએ કહી દીધુ છે. ટાઈગર શ્રોફે તેના ચાહકોને હેરાન કરી દીધા છે. તે વિડીયોમાં 200 કિલોની સાથે ડેડલિફ્ટસ કરતા જોવા મળ્યો હતો.
ફાઇલ ફોટો
ટાઇગરને તેની ફિટનેસ માટે લોકો ઓળખે છે.તેણે તેના ઈન્સ્ટ્રાગ્રામ પર આ વિડીયો શેર કર્યો છે.જેમાં તે 200 કિલોની સાથે ડેડલિફ્ટસ કરતા જોવા મળી રહ્યો છે.તેણે કેપ્શનમાં લખ્યું છે કે, "હાલ જ મેં 200 કિલોગ્રામ સુધી પુશ કર્યું છે".