સોનમ કપૂર સ્ટારર ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’નો એક વીડિયો રિલીઝ થયો છે જેમાં સોનમનો લકી ચાર્મ તરીકેનો લુક છે. તેમાં સોનમ સાડીમાં દેખાઈ છે અને તેણે બેટ અને હેલ્મેટ પણ પકડ્યા છે. ફિલ્મમાં સોનમ ભારતના લકી ચાર્મ ઝોયા સોલંકીના રોલમાં છે. ફિલ્મમાં મલયાલમ ફિલ્મોનો સુપરસ્ટાર દુલ્કર સલમાન ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટનની ભૂમિકામાં છે જ્યારે સોનમ ફિલ્મમાં ટીમની લકી મેસ્કોટનું કેરેક્ટર પ્લે કરી રહી છે. સોનમે તેનો લુક રિલીઝ કરતાં લખ્યું કે, ‘લીંબુ મરચાની કોને જરૂર છે જયારે તમારી પાસે ઝોયા સોલંકી છે. ઇન્ડિયાની લકી ચાર્મ તમારા માટે બાજી પલટવા હાજર છે.’
‘ધ ઝોયા ફેક્ટર’ ફિલ્મનો મોશન પોસ્ટર રિલીઝ,ભારત માતાના અવતારમાં જોવા મળશે સોનમ કપૂર - ધ ઝોયા ફેક્ટર ફિલ્મનો મોશન પોસ્ટર રિલીઝ
મુંબઇ : અભિનેત્રી સોનમ કપૂર તથા સલમાન સ્ટારર અપકમિંગ ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ ના મેકર્સ દ્વારા ફિલ્મનો મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો છે.આ પોસ્ટરમાં મહત્વની ભૂનિકા ભજવનાર સોનમ કપૂર એક અલગ રૂપમાં જોવા મળી રહી છે.
‘ધ ઝોયા ફેક્ટર’ ફિલ્મનો મોશન પોસ્ટર રિલીઝ
આ ફિલ્મની વાર્તા રાઇટર અનુજા ચૌહાણની નોવેલ 'ધ ઝોયા ફેકટર' પર આધારિત છે. ફિલ્મમાં સોનમના કાકા સંજય કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. અભિષેક શર્માએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે.
Last Updated : Aug 22, 2019, 7:16 PM IST