ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રિયંકા ચોપરાની 'ધ સ્કાઈ ઈઝ પિન્ક'નો ફસ્ટ લૂક રિલીઝ

મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરાની 'ધ સ્કાઈ ઈઝ પિન્ક' ઘણા લાબા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ જોવા મળશે. પ્રિયંકા ચોપરાએ પોતાના ટ્ટીટર પર ફિલ્મનું પોસ્ટ શેયર કર્યું છે. ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ પહેલા મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે.

By

Published : Sep 9, 2019, 4:59 PM IST

priynka

અભિનેત્રી પ્રિયંકા ચોપરાની ધ સ્કાઈ ઈઝ પિન્ક ઘણા લાબા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ જોવા મળશે. પ્રિયંકા ચોપરાએ પોતાના ટ્ટીટર પર ફિલ્મનું પોસ્ટ શેયર કર્યું છે. ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ પહેલા મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લુક શેયર કર્યો છે. પોસ્ટરમાં ફરહાન, પ્રિયંકા અને ઝાયરા રોહિત જોવા મળી રહ્યાં છે. આ સાથે ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવશે.

તમને જણાવી દઈ કે, સોનાલી બોસની ફિલ્મ ઘ સ્કાઈ ઈઝ પિન્ક લાંબા સમયથી ચર્ચામાં છે. ડિસેમ્બરમાં પ્રિયંકા અને નિકના લગ્નના ચાર દિવસ પહેલા પ્રિયંકા ફિલ્મના સેટ પર કામ કરી રહી હતી. ફેન્સન ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને સોનાલી બોસે ડિરેક્ટ કરી છે. ફિલ્મને ‘RSVP’ અને ‘રોય કપૂર ફિલ્મ્સ’ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ ફિલ્મ ભારતમાં 11 ઓક્ટોબરે રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details