ગુજરાત

gujarat

ETV Bharat / sitara

The Kashmir Files: બ્રિટિશ પાર્લામેન્ટમાં 'ધ કાશમીર ફાઇલ્સ'ની કહાણીનું કથન કરાશે, વિવેક અગ્નિહોત્રીને આમંત્રણ - બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ ગુંજી ઉઠશે, કારણ કે આ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને ખાસ આમંત્રણ

'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ની કહાણી હવે બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ ગુંજી ઉઠશે, કારણ કે આ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને ખાસ આમંત્રણ (British Parlament Invited to Vivek Agnihotri) આપવામાં આવ્યું છે. આ ફિલ્મની કહાણીની ચર્ચા કરવા માટે તેમને ખાસ બોલાવવામાં આવ્યાં છે.

The Kashmir Files: બ્રિટિશ પાર્લામેન્ટમાં 'ધ કાશમીર ફાઇલ્સ'ની કહાણીનું કથન કરાશે, વિવેક અગ્નિહોત્રીને આમંત્રણ
The Kashmir Files: બ્રિટિશ પાર્લામેન્ટમાં 'ધ કાશમીર ફાઇલ્સ'ની કહાણીનું કથન કરાશે, વિવેક અગ્નિહોત્રીને આમંત્રણ

By

Published : Mar 30, 2022, 12:20 PM IST

ન્યૂઝ ડેસ્ક: 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) હવે એક સામાન્ય ફિલ્મ રહી નથી, પરંતુ હિન્દી સિનેમામાંનો એક ઈતિહાસ બની ગઇ છે. આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થઈ હતી અને હજુ પણ સિનેમાઘરોમાં તેનો જાદુ યથાવત છે. આ ફિલ્મના લીધે બોલિવૂડ અને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ સંજોગોમાં હવે આ ફિલ્મના ટોન વિદેશોમાં પણ સાંભળવા મળશે. વિવેક અગ્નહોત્રી અને પલ્લવી જોશીને બ્રિટિશ સંસદ તરફથી આમંત્રણ મળ્યું (British Parlament Invited to Vivek Agnihotri) છે.

વિવેકે કર્યો આ ખુલાસો: એક ઇન્ટરવ્યુમાં વિવેક અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો છે, "તેને બ્રિટિશ સસંદે બોલાવ્યો છે. તેઓ ઇરછે કે સંસદમાં કાશમીરી પંડિતોની વેદના અને તેની દુર્દશા અંગે વાત કરવામાં આવે. વિવેકે જણાવ્યું છે, તે એપ્રિલ માંસમાં બ્રિટેન જશે અને કાશમીરી પંડિતો પર ચર્ચા કરશે. આ ફિલ્મને કાશમીરી પંડિતો પર કરવામાં આવેલા અત્યાચારો અને નરસંહારો અંગે દુનિયાને જણવવાના ઉદેશ્યથી બનાવવામાં આવી છે, ત્યારે મને એ વાતની ખુશી છે કે, અમે અમારા આ ધ્યેયને સફળ કરી રહ્યાં છીએ". વિવેકે આગળ કહ્યું, 'ફિલ્મ દ્વારા, કાશ્મીરી પંડિતો પર અત્યાચારની ભયાનક અને ડરામણી વાર્તા વિશ્વના ખૂણે ખૂણે પહોંચી રહી છે. અમે આ માટે કંઈ કર્યું નથી, કારણ કે અમારી પાસે લોકોને પ્રભાવિત કરવાની શક્તિ નથી, તે બધું ભગવાનના હાથમાં છે, અમે માત્ર એક માધ્યમ છીએ.

આ પણ વાંચો:'ખાલી-પીલી' અભિનેત્રી અનન્યા પાંડેનો જુઓ કાતિલાના અંદાજ

'ધ કાશ્મીર ફાઇલ્સ' સર્જયો રેકોર્ડ:માત્ર 15 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુનો બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો છે. ફિલ્મની વાર્તા 1990માં કાશ્મીરી પંડિતોના નરસંહાર વિશે જણાવે છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર અને બીજા ઘણા કલાકારો છે.

આ પણ વાંચો:Osacar 2022: ઓસ્કર 2022માં બનેલા થપ્પડ કાંડમાં વિલ સ્મિથની પત્નીએ આપી આ પ્રતિક્રિયા

ABOUT THE AUTHOR

...view details