- 1990માં અમિતાભ બચ્ચનની ફિલ્મ 'અગ્નિપથ' રિલીઝ થઇ હતી
- જેના 31 વર્ષ પૂરા થયા છે.
- આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર રહી હતી ફ્લોપ
હૈદરાબાદ : 1990માં અમિતાભ બચ્ચનની ફિલ્મ 'અગ્નિપથ' રિલીઝ થઇ હતી. જેને આજે 31 વર્ષ પૂરા થયા છે. 'અગ્નિપથ' ફિલ્મ 16 ફેબ્રુઆરી, 1990ના રોજ રિલીઝ થઇ હતી. જ્યારે પણ અમિતાભની કારકિર્દીની વાત કરવામાં આવશે, ત્યારે આ ફિલ્મનો ચોક્કસપણે ઉલ્લેખ કરવામાં આવે છે. તે સમયે, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લોપ થઇ હતી, પરંતુ આગળ જઇને આ ફિલ્મનું નામ હિન્દી સિનેમાની કલ્ટ ફિલ્મ્સના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું હતું.