મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં સોમવારે રિયા ચક્રવર્તીને EDએ પૂછપરછ માટે બીજી વખત બોલાવી હતી. તેમની સાથે EDએ 10 કલાક સુધી પુછપરછ કરી હતી. EDએ રિયા સહિત તેના ભાઈ, પિતા, સુશાંતની એક્સ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી અને સિદ્ધાર્થ પીઠાણીની પણ પૂછપરછ કરી છે.
EDએ રિયા ચક્રવર્તી, તેના ભાઈ અને પિતાની 10 કલાક પૂછપરછ કરી - સુશાંતના પિતા કે.કે.સિંહ
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સોમવારે રિયા ચક્રવર્તીને EDએ પૂછપરછ માટે બીજી વખત બોલાવી હતી. તેમની સાથે EDએ 10 કલાક સુધી પુછપરછ કરી હતી. EDએ રિયા સહિત તેના ભાઈ, પિતા, સુશાંતની એક્સ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, સિદ્ધાર્થ પીઠાણીની પૂછપરછ કરી છે. રિયાને સુશાંતના પૈસા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. રિયાએ તેના ખર્ચનો પુરાવો આપવા ED સમક્ષ દસ્તાવેજો રજૂ કર્યા હતા. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ED તેના કોઈપણ પુરાવાથી સંતુષ્ટ દેખાઈ રહી નથી.
ED એ જાણવાનો પ્રયાસ કરી રહી હતી કે, રિયાએ કેવી ઓછી કમાણી સાથે 76 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હતા. રિયા અને તેના પરિવાર પર સુશાંતના ખાતામાંથી 15 કરોડની હેરાફેરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી કે રિયા ચક્રવર્તી અને તેના પરિવારે સુશાંત સિંહ રાજપૂતના 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હતી. સુશાંત સિંહ રાજપૂત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને તેના પિતાની પૂછપરછ કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી કે રિયા ચક્રવર્તી અને તેના પરિવારે સુશાંત સિંહ રાજપૂતના 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હતી. સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા અને તેના પરિવાર પર આ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ આ હકીકત હજી સુધી સાબિત થઈ નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંતના ખાતામાંથી કાઢવામાં આવેલા રૂપિયા 2.78 કરોડ GST અને ટેક્સના ભાગરૂપે કાપવામાં આવ્યા છે.