- બોલીવુડ અભિનેત્રીએ ગણપત ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું
- ટાઈગર સાથે ફરી કામ કરવા ખૂબ જ ઉત્સાહિત છુંઃ કૃતિ સેનન
- ટાઈગરે પણ સોશિયલ મીડિયા પર કૃતિ સેનનના કર્યાં વખાણ
હૈદરાબાદઃ બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફે કૃતિ સેનન સાથે હિરોપંતી ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. જોકે, ફરી એક વાર આ જોડી પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે. તેઓ આ બંને ગણપત ફિલ્મમાં જોવા મળશે. ટાઈગર શ્રોફે ઈન્સ્ટાગ્રામ પર એક મોશન પોસ્ટર પણ રજૂ કર્યું હતું, જેમાં કૃતિ સેનન એક્શન અવતારમાં જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા ટાઈગરે લખ્યું હતું કે, હવે પ્રતીક્ષા પૂર્ણ થઈ. ટેલેન્ટેડ કૃતિ સેનન સાથે કામ કરવા ફરી એક વાર ઉત્સાહિત છું.