મુંબઈ: સુપરસ્ટાર રજનીકાંતએ મેન વર્સેસ વાઈલ્ડના પ્રખ્યાત એડવેંચરર અને હોસ્ટ બેયર ગ્રિલ્સની સાથે તેમના નવા ટીવી શો 'ઇન્ટુ ધ વાઇલ્ડ' દ્વારા ટીવી પર ડેબ્યુ કર્યું છે. ડિસ્કવરી ચેનલ શો પરથી ડેબ્યૂ કરી રહેલા રજનીકાંતના મોસ્ટ અવેટેડ એપિસોડનો પ્રીમિયર 23 માર્ચ, સોમવારે સાંજે 8 વાગે કરવામાં આવશે.
‘ઇન્ટુ ધ વાઇલ્ડ': રજનીકાંતના એપિસોડની તારીખ જાહેર, thalaivaonDiscovery સોશિયલ મીડિયા પર ટ્રેન્ડીંગ - થલાઇવા
ભાગ્યે જ કોઈ સુપરસ્ટાર રજનીકાંત અને બાયર ગ્રિલ્સને ખૂબ જ લોકપ્રિય એડવેન્ચર શો 'ઇનટુ ધ વાઇલ્ડ'માં સાથે જોવા માંગે છે. તાજેતરમાં જ જાહેર થયેલા શોના નવા ટીઝરએ પણ સુપરસ્ટારની એપિસોડ પ્રીમિયરની તારીખ જાહેર કરી છે. પ્રીમિયરની જાહેરાતની સાથે જ 'થલાઇવા ઓન ડિસ્કવરી' નું હેશટેગ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
ઇન્ટુ ધ વાઇલ્ડ': રજનીકાંતના એપિસોડની તારીખની જાહેરાત
ગત મહીને જ બેયર ગ્રિલ્સે સુપરસ્ટારની સાથે કર્ણાટકના બાંદીપુર નેશનલ પાર્કમાં એપિસોડનું શૂટિંગ કર્યું હતું. તે દરમિયાન એવા સમાચાર પણ હતા કે, અભિનેતાને શૂટિંગ દરમિયાન ઇજા પહોચીં હતી. પરંતુ રજનીકાંતે ચેન્નઈ એરપોર્ટ પર મીડિયાને જણાવ્યું હતું કે, આ વાતે ખોટી છે. ડિસ્કવરી ચેનલ ઈન્ડિયાના ટ્વિટર પર રિલિઝ કરેલા એપિસોડના નવા ટીઝરમાં બેયર ગ્રિલ્સ અને રજનીકાંતનો વાઇલ્ડ અને કુલ અવતાર જોવા મળી રહ્યો છે.