મુંબઇ: 'દિલ્હી 6' સોંગ 'મસકલી'નું નવું વર્ઝન આવી રહ્યું છે અને આ નવા વર્ઝનમાં તારા સુતરિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રા નજરે પડશે. ફિલ્મના પોસ્ટર બાદ તેનું ટીઝર પણ સામે આવ્યું છે. દરેક ચાહકોઆ સોંગની રાહ જોઇ રહ્યા હતા. જે આજે રિલીઝ થશે.
તારાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોંગનું પોસ્ટર શેર કર્યું છે. જેમાં તે સિદ્ધાર્થના ખભા પર હાથ મૂકતી નજરે ચડે છે અને બંને હસતાં જોવા મળી રહ્યાં છે.
આ પછી, સિદ્ધાર્થ અને તારા બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ ગીતનું એક ટીઝર શેર કર્યું છે અને ચાહકોને સોંગની એક ઝલકની ઓફર કરી છે. ટીઝરમાં બંને સ્ટાર્સ વચ્ચેની કેમિસ્ટ્રીનો અંદાજ લગાવી શકાય છે કે, આ સોંગ કેટલું જબરદસ્ત હશે.
સોંગ'મસાકલી' ફિલ્મ 'દિલ્હી-6'નું સોંગ છે. આ ગીત એ.આર. રહેમાન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું હતું અને લિરિક્સ પ્રસૂન જોશીએ લખ્યા છે. સોંગ ખૂબ જ લોકપ્રિય થયું હતું.