મુંબઇ: 'બાહુબલી' ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયા અને પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે લગભગ 3 વર્ષ જૂની છે.
તાજેતરમાં જ બંને સ્ટાર્સના ડેટિંગ અને લગ્ન કરવાના પણ અહેવાલો આવ્યા હતા. જો કે તમન્નાએ ઘણાં સમય પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે તે લગ્નને બદલે પોતાની કારકીર્દિ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ડેટિંગના સમાચારોમાં કોઈ સત્ય નથી.