"થપ્પડ" ફિલ્મની રિલીઝ ડેટ કરાઈ જાહેર
મુંબઇ : બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂની "થપ્પડ" ફિલ્મ આવતા 28 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે.અભિનેત્રી,ફિલ્મ નિર્માતા અનુભવ સિંહની સાથે "મુલ્ક"માં પ્રશંસનીય અભિનય બાદ ફરી એક વખત તેની સાથે કામ કરી રહી છે.
"થપ્પડ"માં તાપસીનું લુક થયું આઉટ,રિલીઝ ડેટની જાહેરાત
અત્રિનેત્રી " સાંડ કી આંખ "ની સફળતાને લઇ ખુબ જ ખુશ છે. તેણે ટ્વીટ કરી તેની આગામી ફિલ્મ વિશે માહિતી આપી છે. ફિલ્મના નિર્દેશકની સાથે ફરી કામ કરવાની બાબત વિશે લખતા તેણે ફિલ્મની રિલીઝની જાહેરાત પણ કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે, "થપ્પડ" ફિલ્મની સાથે અનુભવ સિંહા સાથે કામ કરવાની ફરી તક મળી હતી. ભૂષણ કુમાર અને અનુભવ સિંહા દ્વારા નિર્મિત "થપ્પડ" 28 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.