મુંબઇ: અભિનેત્રી તાપસી પન્નુ મલ્ટી સ્ટારર ફિલ્મ 'મિશન મંગલ'નો ભાગ બનવા બદલ ગર્વ અનુભવે છે. તેણે શુક્રવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેટ પરની એક તસ્વીર શેર કરી હતી.
તાપસીએ કેપશનમાં લખ્યું, “આ તસ્વીર મિશન મંગલના શૂટિંગના શરૂઆતના દિવસોની છે.. મને યાદ છે કે અમે બધા એકબીજા સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. અમે સૌ એવીરીતે કામ કરવા માંગતા હતા કે જેમાં ગર્વની અનુભૂતિ થાય.”