મુંબઈ: અભિનેતા સ્વપ્નિલ જોશી એ કોરોના મહામારીના સમયમાં બેરોજગાર લોકોની મદદ માટે એક અનોખી પહેલ કરી છે. તેણે તેની યુ ટ્યૂબ ચેનલ લૉન્ચ કરી છે જેના દ્વારા લોકો નોકરી મેળવી શકશે.
લોકોને બેરોજગારીમાંથી બહાર લાવવા સ્વપ્નિલ જોશીએ લૉન્ચ કરી યુ-ટ્યૂબ ચેનલ - સ્વપ્નિલ જોશી
કોરોના મહામારીના સમયમાં મનોરંજન ક્ષેત્રના ઘણા લોકો બેરોજગારીનો શિકાર બની ગયા છે. ત્યારે અભિનેતા સ્વપ્નિલ જોશી આવા લોકોની મદદ માટે આગળ આવ્યો છે. તેણે તેની યુ-ટ્યૂબ ચેનલ લૉન્ચ કરી છે જેના દ્વારા લોકો નોકરી મેળવી શકશે.
લોકોને બેરોજગારીમાંથી બહાર લાવવા સ્વપ્નિલ જોશી લૉન્ચ કરી યુ ટ્યુબ ચેનલ
દેશભરમાં અર્થતંત્રની કથળેલી પરિસ્થિતિને પગલે લોકોને કામ મળવું અઘરું થઈ રહ્યું છે. કેટલાય એવાં લોકો છે જેમની માટે રોજી રોટી વગર એક દિવસ પણ વિતાવવો મુશ્કેલ બની રહ્યો છે ત્યારે આવા સમયમાં આ પ્લેટફોર્મ દ્વારા જરૂરિયાત ધરાવતા લોકો એકબીજાના સંપર્કમાં આવી શકશે અને કામ મેળવી શકશે.
ઉલ્લેખનિય છે કે, સ્વપ્નિલની આ ચેનલ દ્વાર કામ મેળવનાર લોકોએ તેને કંઈ જ આપવાનું રહેશે નહી.