ગુજરાત

gujarat

By

Published : May 15, 2020, 11:58 PM IST

Updated : Jun 4, 2020, 3:21 PM IST

ETV Bharat / sitara

રામાયણમાં "લવ"નું પાત્ર ભજવનાર અભિનેતા સ્વપ્નીલ જોશીએ ફરી બાળપણને યાદ કર્યું

લોકડાઉનના કારણે ઘણા જૂના શો ફરી એકવાર ટીવી પર પાછા શરૂ થઇ રહ્યા છે. જેમાં પુરાણકથા 'ઉત્તર રામાયણ' અને 'શ્રી કૃષ્ણ' જેવા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા સ્વપ્નીલ જોશી કહે છે કે, તેમના બાળકો વિશ્વાસનથી કરી રહ્યા કે તેમના પિતા ફરી એક વખત પડદા આવી રહ્યા છે.

રામાયણમાં "લવ"નું પાત્ર ભજવનાર અભિનેતા સ્વપ્નીલ જોશીએ ફરી બાળપણને યાદ કર્યું
રામાયણમાં "લવ"નું પાત્ર ભજવનાર અભિનેતા સ્વપ્નીલ જોશીએ ફરી બાળપણને યાદ કર્યું

મુંબઇ: અભિનેતા સ્વપ્નીલ જોશી હાલમાં પૌરાણિક કાર્યક્રમો " રામાયણ" અને "શ્રી કૃષ્ણ"ના પ્રસારણની મજા લઇ રહ્યા છે, જેમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.તે કહે છે કે તેના બાળકોને વિશ્વાસ નથી થતું કે તેઓ તેમના પિતાને સ્ક્રીન પર જોઈ રહ્યા છે.

બાળ કલાકાર તરીકે સ્વપ્નિલે 1989 માં ટેલિવિઝન પર દિગ્ગજ સીરિયલ 'લવ કુશ' થી શરૂઆત કરી હતી. આ પછી, તેઓ 1993 માં પ્રસારિત થનારી સીરીયલ 'શ્રી કૃષ્ણ'માં પણ દેખાયા હતા.

આ કાર્યક્રમોને ફરીથી જોવા પર તેઓ કહે છે, "લોકડાઉનનો લોકો પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે અને દરેક શાંતિની શોધમાં છે. આવી સ્થિતિમાં 'રામાયણ', 'મહાભારત', 'શ્રી કૃષ્ણ' જેવા કાર્યક્રમોનો મહત્વ વધુ છે. આ દુનિયામાં એવું કોઈ નથી કે, જે ભગવાન રામ અને કૃષ્ણ વિશે ન જાણે. "

તેઓને પ્રશ્ન પુછવામાં આવ્યું કે, જૂના શો જોઈને તમને કેવું લાગે છે? આના જવાબમાં અભિનેતાએ કહ્યું કે, "દરેકને તેમના બાળપણને ફરી જીવવાની એક સુવર્ણ તક છે અને હું પણ એક કરી રહ્યો છું. હું મારા બાળકો સાથે તેમની મજા માણું છું."

તેમરા બાળકોએ જ્યારે તેમના પિતાને ટીવી પર જોયા તો તેમની પ્રતિક્રિયા કેવી હતી? આના જવાબમાં સ્વપ્નિલે કહ્યું કે, "હું સ્ક્રીન પર આવું છું.. મારા બાળકો માનવાનો ઇનકાર કરી રહ્યા હતા. તે સમયે હું લગભગ નવ કે દસ વર્ષનો હતો."

Last Updated : Jun 4, 2020, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details