ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સ્વરા ભાસ્કર અને હિમાંશુનું બ્રેકઅપ, લગ્નસંમતિ ન થવાથી કર્યું બ્રેકઅપ - gujaratinews

મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાના રિલેશનશિપને લઈને ઘણી ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ સ્વરા અને તેના બોયફ્રેન્ડ હિંમાશુ શર્માના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. જેમાં સ્વરા ભાસ્કર અને હિંમાશુ લગભગ 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. ત્યારે તેમના બ્રેકઅપનું કારણ શું છે, તે પણ સામે આવી ગયું છે.

સ્વરા-હિંમાશુનું બ્રેકઅપ, લગ્નસંમતિ ન થવાથી કર્યું બ્રેકઅપ

By

Published : Jul 10, 2019, 11:58 AM IST

જોકે, સ્વરા ભાસ્કરની પ્રથમ મુલાકાત "રાંઝણા"ના સેટ પર લેખક હિમાંશુ સાથે થઈ હતી. ત્યારથી બંને વચ્ચે રિલેશનશિપની શરૂઆત થઈ હતી. ત્યારે ગત દિવસોમાં બંનેના બ્રેકઅપની માહિતી સામે આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંનેની લગ્ન અંગે સહમતિ ન થવાના કારણે અલગ થઈ ગયા છે. જેમાં લગ્ન અને ભવિષ્યને લઈને બંનેનો એકમત ન હતો. જેના કારણે એકબીજાની સહમતિથી બંનેએ બ્રેકઅપ કરવાનો નિર્ણય કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ અગાઉ સ્વરાને લગ્ન અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેણીએ જવાબ આપ્યો કે, આ અંગે પહેલા હિમાંશુને પૂછવામાં આવે. આ નિર્ણય તે એકલી કેમ લઈ શકે છે. આ ઉપરાંત બંનેની વચ્ચે વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે સ્વરાએ હિમાંશુ સાથે લગ્નની વાત કરી હતી. જ્યારે હિમાંશુએ સ્પષ્ટપણે કહ્યું કે, લગ્ન અંગે તો તેઓ વિચારતા જ નથી. આ વિવાદ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો.

ABOUT THE AUTHOR

...view details