મુંબઈ: એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્વરા ભાસ્કર ની નવી વેબ સિરીઝ 'રસભરી' રિલીઝ થઈ છે. જેના વિશે સ્વરાએ જણાવ્યું હતું કે આ વેબ સિરીઝ માં સમાજના મહત્વપૂર્ણ મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે કે જેની દંભી સમાજ દ્વારા ક્યારેય ચર્ચા નથી થતી.
વેબ સિરીઝ ‘રસભરી’ દંભી સમાજમાં ચાલતા પાખંડને દર્શાવે છે: સ્વરા ભાસ્કર
અભિનેત્રી સ્વરા ભાસ્કર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી તેની વેબ સિરીઝ ‘રસભરી’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. તેનું કહેવું છે કે આ વેબ સિરીઝ એક મહિલાની કામુકતાને લઈને દમનકારી સમાજના દંભ પર આધારિત છે.
વેબ સિરીઝ ‘રસભરી’ દંભી સમાજમાં ચાલતા પાખંડને દર્શાવે છે: સ્વરા ભાસ્કર
આ વેબ સિરીઝમાં મેરઠની વાર્તા દર્શાવવામાં આવી છે જેમાં સ્વરા અંગ્રેજી શિક્ષિકાની ભૂમિકા ભજવી રહી છે. "ડિજિટલ પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ આવે છે તે એક તરફ લોકોનું મનોરંજન પણ કરે છે અને બીજી તરફ સમાજને સ્પર્શતા મુદ્દાઓ પણ તેમાં દર્શાવવામાં આવે છે.
"જેમાં કામુકતાને લઈને કિશોરોના વિચારો, મહિલાઓને લઈને દંભી સમાજનો પાખંડ અને પિતૃસત્તા જેવા મુદ્દાઓ. મને આશા છે કે જેમ મને આ વેબ સિરીઝમાં કામ કરવાની મજા આવી એમ દર્શકો પણ આ વેબ સિરીઝનો આનંદ લઇ રહ્યા હશે.