મુગલ પર ટ્વીટ કરવું સ્વરાને ભારે પડ્યું ! લોકોએ ટેરરિસ્ટ કહી - Bollywood news
ન્યૂઝ ડેસ્ક: અભિનેત્રી સ્વરા ભાસ્કરે ગઈ કાલે ટ્વિટ કરી "મુગલ્સ ડિડન્ડ લૂટ ઇન્ડિયા" નામથી એક આર્ટિકલ ટ્વીટ કર્યું હતું. આ ટ્વિટમાં સ્વરાએ પોતાના આર્ટિકલના ટાઇટલ મુજબ પોતાના વિચારો લખ્યા હતા."મુગલ્સ મેડ ઇન્ડિયા રિચ"અભિનેત્રીના આ ટ્વિટ પર ફોલોવર્સે તેને ટ્રોલ કરી હતી. જેના જવાબમાં અત્રિનેત્રી પર ટ્વિટનો વરસાદ વરસવાનું શરૂ થયો હતો. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે ટેરરિસ્ટ સુધી લોકોએ ટ્વિટ કરી જવાબ આપ્યો.
ફાઇલ ફોટો
લોકો પ્રતિક્રિયા આપતા જણાવતા હતાં કે, સ્વરા જાણે છે કે લાઇમલાઇટમાં કેવી રીતે રહેવું જોઇએ. કંઈ તો બકવાસ કરવી પડશે. જ્યારે પણ સ્વરાને લોકોના ધ્યાન આકર્ષિત કરવા હોય છે ત્યારે તે આવું જ કંઈ કરતી હોય છે. આ એક નાટક છે, જે સ્વરાએ બંધ કરવું જોઈએ. ત્યારે આ બધા ટ્વીટના જવાબ સ્વરાએ નથી આપ્યું.