મુંબઇઃ ફિલ્મ નિર્માતા રામ માધવાનીએ સુષ્મિતા સેન સ્ટારર સિરીઝ આર્યાની સીઝન-2ની જાહેરાત કરી છે અને કહ્યું છે કે, બીજી સીઝનમાં નવા અવરોધોનો સામનો કરતું પાત્ર જોવા મળશે. લોકપ્રિય ડચ ક્રાઈમ-ડ્રામા પેનોઝાની ઓફિશિયલ રિમેક, ડિઝની અને હોટસ્ટાર સીરિઝ, આર્યા સરીનની આસપાસ ફરે છે. જે સેન દ્વારા ભજવવામાં આવી હતી, જે સુખી રીતે લગ્ન કરેલી સ્ત્રી છે. જેનો પતિ જ્યારે ગોળી ચલાવે છે, ત્યારે બધુ પલટાઈ જાય છે.
સુષ્મિતા સેન અને રામ માધવાનીએ 'આર્યા' સીઝન-2ની કરી જાહેરાત - રામ માધવાની
શનિવારે સુષ્મિતા સેન ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન કર્યું હતું અને પોતાના ચાહકો સાથે વાતચીત કરી હતી. જે દરમિયાન સુષ્મિતા સેને રામ માધવાનીને 'આર્ય'ના પાત્ર વિશે પૂછ્યું અને બાદમાં પ્રેક્ષકોને 'વૉચ આઉટ ફોર સીઝન' કહીને ચીડવ્યા હતાં.
તેણીને જાણ થઈ કે તે કદાચ ગેરકાયદેસર ડ્રગ રેકેટમાં સામેલ છે, જે હવે તેના પરિવારને ધમકી આપે છે. આ શો માધવાની અને સંદિપ મોદી દ્વારા કો-ક્રિએટેડ છે. જેમાં એક અરસા બાદ સુષ્મિતા સેને પડદા પર એન્ટ્રી કરી છે. શનિવારે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન દરમિયાન સેને માધવાનીને આર્યના પાત્રના ભાવિ અને તેણીને "વધુ જોખમી" પાત્ર મળે તેવું પૂછ્યું હતું.
આર્યાનું ગત મહિને પ્રીમિયર યોજાયું હતું અને તેની ટૌટ વાર્તા અને અસરકારક પ્રદર્શન માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સિઝન-1માં ચંદ્રચુરસિંહ, નમિત દાસ, મનીષ ચૌધરી અને સિકંદર ખેર પણ હતાં.