મુંબઇ: લોકડાઉન વચ્ચે વિશ્વની સૌથી સુંદર મહિલા ગણાતી બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને ડબ્બુ રતનાનીના વાર્ષિક કેલેન્ડર માટે કરવામાં આવેલા ફોટોશૂટનો ફોટો શેર કર્યો હતો, જેનાથી ચાહકો ચૌંકી ગયા હતા.
સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર જૂના ફોટો કર્યા શેર, જુઓ તસવીર... - સુષ્મિતા સેન બોલ્ડ ફોટો
સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર જૂના ફોટોશૂટની એક તસવીર શેર કરી છે. જેમાં તે બાઇક સાથે બોલ્ડ સ્ટાઇલમાં પોઝ કરી રહી છે. અભિનેત્રીની હોટ પિક્ચર પર ચાહકોએ ઘણી કમેન્ટ કરી હતી. આ ફોટો ડબ્બુ રતનાનીના કેલેન્ડર શૂટનો છે.
સુષ્મિતા સેન
ડબ્બુ રતનનીએ લીધેલી આ તસવીરમાં સુષ્મિતા રેડ અને બ્લેક કલરની ક્લાસિક બાઇક પર બ્લેક સ્ટાઇલિશ આઉટફિટમાં બોલ્ડ પોઝ આપી રહી છે. તેણે ફ્લોરલ ડિઝાઇનના લાંબા બૂટ પણ પહેર્યા છે. હવે જો આવી ગ્લેમરસ તસવીર હોય તો ચાહકો દિવાના થવાના જ છે. કેટલાકે તો 'ગૉર્જિયસ' લખ્યું, કોઈએ 'હોટ' અને કેટલાકે તો જોઇને લખ્યું ઓહ માય ગૉડ!'