મુંબઈઃ છેલ્લા કેટલાંક સમયથી ચર્ચાઈ રહ્યું છે કે, દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની જેવા દેખાતા ટીકટોક સેંસેશન સચિન તિવારી એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેનું શીર્ષક 'સુસાઈડ ઓર મર્ડર' છે. જે સુશાંતસિંહની બાયોપિક છે.
જો કે, આ વાત અંગે ફિલ્મ 'સુસાઈડ ઓર મર્ડર'ના નિર્દેશક શામિક મૌલિકે તમામ વાતોને અફવાહ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ સ્ટોરી સુશાંત સંબંધિત નથી. ના તો તેની બાયોપિક છે.
શામિકે એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું હતું કે, " આ કોઈ બાયોપિક નથી. આ ફિલ્મ એક નાના શહેરમાં રહેતા યુવક-યુવતીની છે. જે પોતાના સપના પૂરા કરવા માટે મુંબઈમાં આવે છે અને સફળતા મેળવે છે. "