મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે મુંબઈ પોલીસે શનિવારના રોજ નિર્માતા આદિત્ય ચોપડાનું નિવેદન લીધુ હતું. આદિત્ય પોતાનું નિવેદન આપવા માટે શનિવારના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તે દરમિયાન ફિલ્મ 'પાની' અને સુશાંત અને યશરાજ વચ્ચે થયેલા ફિલ્મ કોન્ટ્રેક્ટને લઈને પણ સવાલ જવાબ કરવામાં આવ્યા હતા.
સુશાંતસિંહ આત્મહત્યા કેસ મામલે આદિત્ય ચોપડાનું લેવાયું નિવેદન - આદિત્ય ચોપડા
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપડાની પોલીસે પૂછતાછ કરી હતી ત્યારે આદિત્ય શનિવારના રોજ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશન નિવેદન માટે પહોંચ્યા હતા.
રિપોર્ટ અનુસાર 2013માં સુશાંતની યશરાજ સાથેની પહેલી ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાંસ’ હતી આ માટે તેને 30 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. યશરાજ સાથેની સુશાંતની બીજી ફિલ્મ ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ હતી.આ ફિલ્મ માટે અભિનેતા સુશાંત સિંહ ને 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
યશરાજ ફિલ્મ્સ સાથે સુશાંતની ત્રીજી ફિલ્મ 'પાની' બની રહી હતી પરંતુ કેટલાક કારણોથી તેનું કામ વચ્ચે જ રોકી દેવામાં આવ્યું હતું પછી આ ફિલ્મ બંધ થઈ ગઈ હતી. સુશાંત છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 5 જુદા જુદા મનોચિકિત્સકોને મળ્યો હતો. મુંબઈ પોલીસે શુક્રવારે આમના 2 ડોક્ટર્સને પૂછપરછ કરી હતી નિવેદન નોંધ્યું હતું.