મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે બાન્દ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. મળતી માહિતી મુજબ તેના ઘરેથી અમુક દવાઓ મળી આવી હતી. જેનાથી લાગે છે કે, સુશાંત છેલ્લા કેટલાંક મહિનાઓથી ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યા હતા. આજે સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુશાંતના પિતા સહિત પરિવારના અન્ય સભ્યો પટનાથી મુંબઈ આવી પહોંચ્યા છે.
સુશાંત સિંહનો પરિવાર પટનાથી મુંબઈ પહોંચ્યો, આજે કરાશે અંતિમ સંસ્કાર - Sushant Singh
સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચારથી તેનો પરિવાર આઘાતમાં છે. તેના પિતા માટે આ વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. આજે (સોમવારે) સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુશાંતના પિતા સહિત પરિવારના અન્ય સભ્યો પટનાથી મુંબઈ આવી પહોંચ્યા છે.
સુશાંત સિંહનો પરિવાર બિહાર પટનામાં રહે છે. સુશાંતના આત્મહત્યાના સમાચાર મળતાં જ તેઓ પટનાથી મુંબઈ આવવા રવાના થયા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સોમવારે બપોર સુધીમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
કોરોના વાઇરસને લીધે અંતિમ સંસ્કારમાં વધુ લોકોને સામેલ થવાની અનુમતિ આપવામાં આવી નથી. જેમાં તેના પિતા ઉપરાંત અમુક નજીકના લોકો જ સામેલ હશે. સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીના પણ ચહેતા હતા. તેના નિધનથી બૉલિવૂડ સ્ટાર્સ પણ ખૂબ જ દુઃખી છે. શાહરૂખ ખાન, સોનૂ સૂદ, એક્તા કપૂર અને ઋચા ચડ્ડા સહિત અનેક કલાકારોએ સુશાંતના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.