ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત સિંહ આત્મહત્યા કેસ: સેમ્યુઅલ હોકીપે સુશાંતની લવ લાઈફ અંગે ખુલાસો કર્યો - Sushant Singh Rajput

સુશાંતસિંહ રાજપૂત કેસમાં દિવસેને દિવસે નવી નવી વાતો બહાર આવી રહી છે. હવે સુશાંતસિંહ રાજપૂતની પર્સનલ લાઈફને લઈને નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.

સુશાંત સિંહ આત્મહત્યા કેસ:  સેમ્યુઅલ હોકીપે સુશાંતની લવ લાઈફ વિશે એક ખુલાસો કર્યો
સુશાંત સિંહ આત્મહત્યા કેસ: સેમ્યુઅલ હોકીપે સુશાંતની લવ લાઈફ વિશે એક ખુલાસો કર્યો

By

Published : Aug 20, 2020, 11:59 PM IST

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ ખૂબ ચર્ચઓ ચાલી રહી છે. તેમની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી કેટલી વાતો બહાર આવી રહી છે. સુશાંતના ખાસ મિત્ર સેમ્યુઅલ હોકીપે એક્ટરની લવ લાઈફ અંગે એક ખુલાસો કર્યો છે.

સુશાંતસિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ રિલીઝ થઈ હતી, ત્યારે બન્ને વચ્ચેની ઘણી વાતો બહાર આવી હતી. આ વાતો અંગે સારા અને સુશાંતે ક્યારેય પણ નિવેદન આપ્યું નહોતું, પરંતુ હવે સુશાંતના મિત્રએ બન્ને અંગે ખુલાસો કર્યો છે..

સેમ્યુઅલ હોકીપના જણાવ્યા મુજબ સારા અને સુશાંત એક બીજાને પ્રેમ કરતા હતા. સેમ્યુઅલ હોકીપ પોસ્ટ કરી લખ્યું મને યાદ છે કે "કેદારનાથ" ફિલ્મના પ્રમોશન દરમિયાન સુશાંત અને સારાને પ્રેમ થઇ ગયો હતો. બન્નેને અલગ કરવા મુશ્કેલ હતા. સુશાંત અને સારા વચ્ચે એકબીજા માટે ખૂબ સન્માન હતું.

સેમ્યુઅલે પોસ્ટના કેપ્શનમાં લખ્યું અમે તે પ્રેમનો સ્વીકાર કરીએ છીએ જેના માટે અમે લાયક છીએ - સ્ટીફન ચોબોસ્કી

સુશાંત અને સારાના સંબંધને લઇને ઘણા સમાચાર હતા, પરંતુ 'કેદારનાથ' ફિલ્મ બાદ તેની કોઈ સ્પષ્ટતા થઈ નહોતી.

ABOUT THE AUTHOR

...view details