ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સૂર્યવંશી ફિલ્મ રિલીઝ ડેટ, શુ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવશે..? - ફિલ્મ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ

'સૂર્યવંશી' (sooryavanshi) ફિલ્મને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.'સૂર્યવંશી ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર તેમજ અભિનેત્રી કેટરિના કૈફ(Katrina Kaif) સાથે રોમાન્સ કરતા જોવા મળશે. મહત્વની વાત એ છે કે, ધણા વર્ષો બાદ અક્ષય કુમાર અને કેટરિના કૈફ પડદા પર સાથે જોવા મળશે. તેમજ રણવીર સિંહ અને અજય દેવગન પણ ફિલ્મમાં નાની ભૂમિકામાં જોવા મળે છે.

સૂર્યવંશી ફિલ્મ રિલીઝ ડેટ, શુ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવશે..?
સૂર્યવંશી ફિલ્મ રિલીઝ ડેટ, શુ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવશે..?

By

Published : Oct 8, 2021, 3:57 PM IST

  • 'સૂર્યવંશી' થિયેટરોમાં રિલીઝ થવાની છે
  • 'સૂર્યવંશી' રણવીર અને અજય દેવગની ફિલ્મમાં ભૂમિકામાં
  • થિયેટરો ખોલવાના સમાચાર આવ્યા બાદ ચાહકોમાં ઉત્સાહ

ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર(Akshay Kumar) આજકાલ પોતાની આવનારી ફિલ્મોને કારણે સતત સમાચારોમાં છે. આગામી દિવસોમાં અભિનેતા મહાન ફિલ્મોમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ લાંબી યાદીમાં ફિલ્મ 'સૂર્યવંશી' (Sooryavanshi) પણ સામેલ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળે છે. અક્કી ફરી એકવાર 'સૂર્યવંશી' દ્વારા બોલિવૂડની (bollywood) સુંદર અભિનેત્રી કેટરિના કૈફ(Katrina Kaif) સાથે રોમાન્સ કરતી જોવા મળશે. રણવીર સિંહ અને અજય દેવગન પણ ફિલ્મમાં નાની ભૂમિકામાં જોવા મળશે, આ દરમિયાન 'સૂર્યવંશી' વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

દિવાળીના પર્વ પર અક્ષય કુમારની ફેન્સને ભેટ

22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં થિયેટરો ખોલવાના સમાચાર આવ્યા બાદ 'સૂર્યવંશી'ના નિર્માતાઓ ફિલ્મની રિલીઝને લઈને ઉત્સાહિત છે. આ ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ સમાચારની પુષ્ટિ કરતા બોલિવૂડ હંગામાએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે 'સૂર્યવંશી' દિવાળીના ખાસ પ્રસંગે દર્શકોની સામે હશે. નિર્માતાઓ આ ફિલ્મ 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રજૂ કરશે. 'સૂર્યવંશી' ના નિર્માતાઓએ હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી પરંતુ એવી અપેક્ષા છે કે ખૂબ જ જલ્દી મોટી જાહેરાત કરવામાં આવશે.

'સૂર્યવંશી' મોટા બજેટની ફિલ્મ

અક્ષય કુમાર અને કેટરિના કૈફની આ મોટા બજેટની ફિલ્મ અગાઉ 24 માર્ચ 2020ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ એક વખત નહીં પરંતુ બે વાર બદલી નાખી હતી. 24 માર્ચ 2020 પછી, નિર્માતાઓએ વર્ષ 2021માં ફિલ્મ રિલીઝ કરવાની તૈયારી કરી હતી, પરંતુ બીજા કોરોના મહામારીના મોજાને કારણે રિલીઝની તારીખ ફરીથી મુલતવી રાખવી પડી.

આ પણ વાંચોઃ શું નિર્માતા કરણ જોહરનું નામ સૂર્યવંશીથી દૂર કરવામાં આવ્યું ?

આ પણ વાંચોઃ ગોંડલની યુવતી જોવા મળશે અક્ષય કુમાર સાથે ‘સૂર્યવંશી’ ફિલ્મમાં, ATS અધિકારીનો ભજવ્યો રોલ

ABOUT THE AUTHOR

...view details