ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લોકડાઉનમાં સની લિયોને બનાવી પેઈન્ટિંગ, સોશિયલ મીડિયા પર ફોટો કર્યો શેર

લોકડાઉન દરમિયાન સની લિયોન પોતાને વ્યસ્ત રાખવા કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણીએ બનાવેલી પેઈન્ટિંગ જોવા મળી રહી છે. સનીએ કહ્યું કે તેને પેઈન્ટિંગ બનાવવામાં 40 દિવસનો સમય લાગ્યો છે.

લોકડાઉનમાં સની લિયોને બનાવી પેઇન્ટિંગ,સોશિયલ મીડિયા પર ફોટો કર્યો શેર
લોકડાઉનમાં સની લિયોને બનાવી પેઇન્ટિંગ,સોશિયલ મીડિયા પર ફોટો કર્યો શેર

By

Published : Apr 27, 2020, 5:20 PM IST

મુંબઈ: લોકડાઉન દરમિયાન સની લિયોન પોતાને વ્યસ્ત રાખવા કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણીએ બનાવેલી પેઈન્ટિંગ જોવા મળી રહી છે. સનીએ કહ્યું કે તેને પેઈન્ટિંગ બનાવવામાં 40 દિવસનો સમય લાગ્યો છે.

અભિનેત્રી સન્ની લિયોન લોકડાઉનના દિવસોમાં પેઇન્ટિંગ સહિત અનેક બાબતોમાં પોતાને વ્યસ્ત રાખી રહી છે. લોકડાઉનના આ સમયગાળા દરમિયાન તેમણે બનાવેલી આર્ટવર્કનો તેને ગર્વ છે, જેનું નામ તેમણે 'બ્રોકન ગ્લાસ - સાર્ટ ઓફ લાઈક અવર લાઈવ્સ એટ મોમેન્ટ' રાખ્યું છે.

સોશિયલ મીડિયા પર તેની બનાવેલી આ સુંદર તસવીર શેર કરતા સની લખે છે, "લોકડાઉનમાં બનાવેલી મારી તસવીર છેવટે તૈયાર થઈ હતી. તેમાં 40 દિવસનો સમય લાગ્યો હતો. દરેક લોકો આજે પોતાને એકલો ફિલ કરી રહ્યો છે.બધા લોકો એક બીજાથી અલગ છે.જો આપણે સાથે મળીને કામ કરીએ, તો આપણે ફરીથી સંપૂર્ણ અનુભવીશું.

અભિનેત્રીએ પોતાની પુત્રી સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરતી વખતે તેણે લખ્યું કે, લકી મોમની પાસે આવી સુંદર પુત્રી છે. વીડિયોમાં સની અને નિશા બંને હસતાં જોવા મળી રહ્યા છે અને એકદમ ખુશ દેખાઈ રહ્યા છે.વીડિયોના કેપ્શનમાં સનીએ લખ્યું છે કે, નિશા ઘણી સુંદર છે !! હું એક નસીબદાર મમ્મી છું ...

સની અને તેના પતિ ડેનિયલ વેબરએ વર્ષ 2017 માં નિશાને દત્તક લીધી હતી. આ પછી હવે સનીને ત્રણ બાળકો છે. સનીના બાળકોનું નામ નિશા, નોહ અને અશ્હર છે. થોડા સમય પહેલા સનીએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે બાળકો માટે માસ્ક પહેરવાનું ખૂબ મુશ્કેલ છે.

ABOUT THE AUTHOR

...view details