ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત આત્મહત્યા કેસમાં બોલિવુડના મોટા લોકોનાં નામ છેઃ સુબ્રમણ્યમ સ્વામી - shekhar suman

પૂર્વ કેબિનેટ પ્રધાન સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતની સીબીઆઈ તપાસની વિનંતી કરી હતી. સ્વામીએ એમ પણ કહ્યું હતું કે, બોલિવૂડના ઘણા મોટા નામ, જેમનું આ મામલામાં દુબઇના ડોન સાથે કનેક્શન છે.

subramanian-swamy-requests-pm-for-cbi-probe-in-sushant-singh-rajput-case
સુશાંત આત્મહત્યા કેસમાં બોલિવૂડના મોટા લોકોનાં નામ છેઃ સુબ્રમણ્યમ સ્વામી

By

Published : Jul 16, 2020, 4:32 PM IST

મુંબઇ: ભાજપા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ કરવામાં રસ દાખવ્યો છે. મુંબઈ પોલીસ વ્યાવસાયિક દુશ્મની સહિત તમામ રીતે આ કેસની તપાસ કરી રહી છે. ત્યારે સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અભિનેતાની આત્મહત્યાના કેસમાં સીબીઆઈ તપાસ માટે દબાણ કર્યું હતું.

સુબ્રમણ્યમ સ્વામીએ આ પત્ર દ્વારા પીએમ મોદી પાસે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ મામલાની તપાસ માટે નિમાયેલા વકીલ ઇશકરણસિંહ ભંડારીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ પત્ર શેર કર્યો છે.

આ પત્રમાં લખ્યું છે કે, 'મારા એસોસિયેટ ઇન લો કાયદા ઇશકરણ ભંડારીએ સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા પર થોડું સંશોધન કર્યું છે. જો કે, પોલીસ એફઆઈઆર નોંધીને હજુ આ કેસની તપાસ કરી રહી છે.'

તેમણે પત્રમાં વધુમાં લખ્યું છે કે, 'મેં મુંબઈ સ્થિત મારા સૂત્રો પાસેથી સાંભળ્યું છે કે, બોલિવૂડના ઘણા મોટા નામ, જેમના આ મામલામાં દુબઇના ડોન સાથે કનેક્શન છે. તેઓ સત્ય છુપાવવા માંગે છે. જેથી સુશાંતે આત્મહત્યા કરી હોવાનું સાબિત થઈ શકે. મહારાષ્ટ્ર સરકાર પાસે આવા ઘણા લોકોના અભિપ્રાય આવ્યા છે. જેમની પાસેથી એ સાબિત થઈ શકે છે કે, સુશાંત રાજપૂતે આત્મહત્યા કરી છે. તેથી, જનતાના વિશ્વાસ માટે, હું માંગ કરું છું કે મુંબઈ પોલીસ તેની તપાસ નિષ્પક્ષતાથી કરે.'

તેમણે પત્રમાં વધુમાં લખ્યું છે કે, 'આ દેશના વડાપ્રધાન હોવાને લીધે અને નિર્દોષ લોકો પ્રત્યેના તમારા સારા વલણને ધ્યાનમાં રાખીને, હું તમને વિનંતી કરું છું કે તમે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને સીધો સંપર્ક કરો અથવા રાજ્યપાલ દ્વારા સીબીઆઈ તપાસ માટે આદેશ આપો. મુંબઈ પોલીસ કોરોના વાઈરસ રોગચાળા અને અન્ય કેસોમાં પહેલાથી વ્યસ્ત છે. લોકોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા માટે સીબીઆઈ તપાસ જરૂરી છે.'

આ ઉપરાંત બિહારના પૂર્વ સાંસદ પપ્પુ યાદવે ગૃહ પ્રધાન અમિત શાહને સીબીઆઈ તપાસની માંગ માટે એક પત્ર લખ્યો હતો. જેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે, તેમનો પત્ર સંબંધિત અન્ય વિભાગને મોકલવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details