બોલીવુડ કિંગ શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર પ્રસારિત થઇ રહેલા અમેરિકી ટેલીવિઝન હોસ્ટ તથા કોમેડિયન ડેવિટ લેટરમેનના શૉમાં જોવા મળશે. ડેવિટ લેટરમેનના શોનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. જેના માટે શાહરૂખ ન્યૂયોર્ક જવા રવાના પણ થઇ ગયા છે.
ડેવિડ લેટરમેનના અમેરિકન ટેલીવિઝન શૉના પહેલા ભારતીય મહેમાન બનશે કિંગખાન - letterman
મુંબઇ: શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર પ્રસારિત થવા જઇ રહેલા અમેરિકી ટેલીવિઝન હોસ્ટ તથા કોમેડિયન, ડેવિડ લેટરમેનના શૉમાં જોવા મળશે. જો કે, તેઓ શૉમાં આવનારા એકમાત્ર ભારતીય હોવાથી તેમના ચાહકો સોશિયલ મીડિયામાં પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
શાહરૂખ ખાને ટ્વિટ કરીને શૉમાં પોતાની ઉપસ્થિતિને લઇને જાણકારી શેયર કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, "Flying into another city that never sleeps... A great idea for someone like me. New York calling."
આ શૉમાં આવનારા તે પ્રથમ ભારતીય છે. અભિનેતાના ચાહકો સતત સોશિયલ મીડિયા પર બાદશાહ માટે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. શૉના હોસ્ટ ડેવિટ લેટરમેન એક અમેરિકી ટેલીવિઝન હોસ્ટ, કોમિડિયન, લેખક તથા નિર્માતા છે. જેમણે પોતાના કરિયરમાં 33 વર્ષો સુધી લેટ નાઇટ ટેલીવિઝન ટોક શૉને હોસ્ટ કર્યું છે. પ્રથમ શૉમાં તેમણે બરાક ઓબામા, જોર્જ ક્લૂની, મલાલા યૂસુફજઇ તથા જેરી સીનફેલ્ડ જેવા પ્રમુખ નામો સાથે ઇન્ટરવ્યૂ કર્યા છે. તો હવે ગ્લોબલ આઇકોન શાહરૂખ ખાન પણ સૂચિમાં આવી ગયા છે. આ શૉને લઇને તેના ચાહકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.