મુંબઈ: બૉલિવૂડ અભિનેતા સોનૂ સૂદ લોકો માટે મસીહા બન્યો છે. જે રીતે અભિનેતા લોકોની મદદ કરી રહ્યો છે. જેનાથી અત્યાર સુધીમાં હજારો લોકોને ફાયદો થયો છે.
હવે સોનૂ સૂદે એક યુવતીને નોકરી અપાવી છે. સમગ્ર ઘટના એવી છે કે, સૉફટવેર એન્જિન્યરિંગનો અભ્યાસ કર્યા બાદ યુવતી શાકભાજી વેચી રહી છે. યુવતીનું નામ શારદા છે. હૈદરાબાદમાં રહેનારી શારદાની કોરોનાને કારણે નોકરી છૂટી ગઈ છે.
શારદાને હવે શાકભાજી વેચવાનું કામ કરવું પડે છે. બીટેક કરી ચૂકેલી શારદાની આ વાતની જાણ સોનૂ સૂદને થતાં શારદાને એક કંપનીમાં ઈન્ટરવ્યુ કરાવી અને નોકરીનો લેટર શારદાના ઘરે પહોંચાડ્યો છે.
શારદાનો એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો. જેમાં કોવિડ-19ના લૉકડાઉન કારણે તેમની નોકરી છૂટી જતાં તે શાકભાજી વેેચી રહી હતી. આ વીડિયોને એક યૂઝરે સોનૂ સૂદને ટેગ કર્યો હતો. જેમાં લખ્યું કે, આની કોઈ મદદ કરી શકે છે. ત્યારબાદ સોનૂએ શારદાને નોકરી અપાવી છે. સોનૂએ આ અપીલનો જવાબ આપતા લખ્યું કે, મારી અધિકારીઓ સાથે વાત થઈ ગઈ છે. ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો છે. તેમજ નોકરીનો લેટર પણ મોકલવામાં આવ્યો છે. જય હિંદ
આપને જણાવી દઈએ કે, સોનૂ સૂદે લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરો અને જરૂરિયાતમંદોને સતત મદદ કરી રહ્યાં હતા. થોડા દિવસો પહેલા જ ખેડૂત પાસે બળદ ન હોવાથી તેમની બે દિકરીઓ બળદની જગ્યાએ હળ ખેંચી ખેતી કરી રહી છે. આ ખેડૂતને પણ સોનૂ સૂદે ટ્રેકટર આપી મદદ કરી હતી.
સોનૂ સૂદે કિર્ગિસ્તાનમાં ફસાયેલા ભારતીયો માટે પણ મદદનું અભિયાન શરુ કર્યું છે.