મુંબઈઃ દિગ્ગજ અભિનેત્રી સોની રાઝદાને બુધવારે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં એક સ્વિમિંગ પુલમાં સાપ દેખાય રહ્યો છે. સોનીએ વીડિયોમાં કેપ્શન લખ્યું કે, આજે અમારા સ્વિમિંગ પુલમાં એક મહેમાન આવ્યાં છે. પહેલા તે પાણી પીવા માગતા હતા, બાદમાં તે તેમાં ફરવા લાગ્યા, પરંતુ અમે તેમને ફરી ઝાડીઓમાં જવા દીધા છે.
અભિનેત્રી નીતૂ કપૂર આ વીડિયો જોઈ આશ્ચર્ય થઈ ગઈ. તેણીએ કોમેન્ટમાં લખ્યું, "આ ખુબ જ ભયાનક છે." તો નીતૂની કોમેન્ટના રિપ્લાયમાં સોનીએ લખ્યું, "મે નવ વર્ષમાં પહેલીવાર અહીં સાપ જોયો."