મુંબઈ: પીએમ કેર્સ ફંડમાં ડોનેશન ન આપવા બદલ બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે, અમિતાભ બચ્ચનની જેમ સોનાક્ષી સિંહાએ પણ પીએમ રિલીફ ફંડમાં કોઈ દાન આપ્યું નથી. ટ્રોલર્સના નિશાને આવેલી સોનાક્ષી સિંહાએ ટ્રોલર્સને વળતો જવાબ આપ્યો છે.
ટ્રોલર્સને કઈંક આવો વળતો જવાબ આપ્યો સોનાક્ષી સિન્હાએ... - કોરોનાવાઈરસ ન્યૂજ
પીઅમ કેર્સ ફંડમાં ડોનેશન ન આપવા બદલ બૉલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ મુદ્દે ટ્રોલર્સને સોનાક્ષીએ વળતો જવાબ આપ્યો છે.
sonakshi sinha
સોનાક્ષી સિન્હાએ હિન્દી કહેવતનો ઉપયોગ કરી ટ્રોલર્સને વળતો જવાબ આપતા ટ્વિટ કર્યુ છે કે, "નેકી કર દરિયામે ડાલ".
આ સાથે જ સોનક્ષી સિન્હાએ વધુમાં લખ્યું કે, "ટ્રોલ કરી રહ્યાં લોકોને હું કહેવા માગું છું કે, તેમને જણાવ્યું નથી એનો મતલબ એ નથી કે દાન નથી કર્યુ. 'નેકી કર દરિયામે ડાલ' સાંભળ્યુ તો હશે. કોઈક લોકો ખરેખર આ કહેવતને ફોલો કરતા હોય છે. હવે શાંત થઈ જાઓ અને તમારા સમયને કોઈ સારા કામમાં વાપરો."