ગુજરાત

gujarat

ETV Bharat / sitara

sonakshi sinha reaction on viral picture: સલમાન ખાન સાથે લગ્નની અફવા પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન, કહ્યું... - Social Media

સોનાક્ષી સિંહાએ સલમાન ખાન સાથેના તેના લગ્નના ફેક ફોટો પર પ્રતિક્રિયા આપી (Sonakshi sinha reaction on viral wedding picture) છે. આ અફવાને સાચી માનનારાઓની અભિનેત્રીએ મજાક ઉડાવી છે.

sonakshi sinha reaction on viral picture: સલમાન ખાન સાથે લગ્નની અફવા પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન, કહ્યું...
sonakshi sinha reaction on viral picture: સલમાન ખાન સાથે લગ્નની અફવા પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન, કહ્યું...

By

Published : Mar 5, 2022, 3:47 PM IST

ન્યૂઝ ડેસ્ક:છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા (Social Media) પર એક અફવાએ જોર પકડ્યું છે. અફવા એ છે કે, સલમાન ખાન અને સોનાક્ષી સિંહાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. આ સમાચાર સાથે, સલમાન અને સોનાક્ષીની ફોટોશોપ કરેલી તસવીર પણ વાયરલ થઈ રહી છે, જેમાં સલમાન અભિનેત્રી સોનાક્ષીને રિંગ પહેરાવતો જોવા મળી રહ્યો છે. આ ફોટોશોપ કરેલી તસવીર પહેલા જ સામે આવી ચુકી છે. તેમ છતાં સલમાન-સોનાક્ષીના લગ્નની અફવાઓ થંભાવાનુ નામ લઈ રહી નથી, ત્યારે આ અફવા પર અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પ્રતિક્રિયા આપી (Sonakshi sinha reaction on viral picture) છે.

સોનાક્ષીએ આપી આ પ્રતિક્રિયા

સોનાક્ષીએ આ વાયરલ તસવીરને પૂરી રીતે ફેક ગણાવી છે અને આ અફવાને સાચી માનતા લોકોની મજાક પણ ઉડાવી છે. સોનાક્ષીએ આ વાયરલ તસવીર પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "શું તમે એટલા મૂર્ખ છો કે, તમે વાસ્તવિક અને ફોટોશોપ્ડ તસવીર વચ્ચેના તફાવતને પારખી શકતા નથી. સોનાક્ષીએ આ લાઈન સાથે સ્માઇલી ઈમોજી પણ શેર કર્યું છે.

sonakshi sinha reaction on viral wedding picture: સલમાન ખાન સાથે લગ્નની અફવા પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન, કહ્યું...

આ પણ વાંચો:Film Pathan Shooting: શાહરૂખ ખાનનો જોવા મળ્યો દમદાર લુક, રુસ-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખ સ્પેન જવા રવાના

જાણો ખરેખર એ તસવીર કોની હતી

આ વાયરલ તસવીર પાછળના સત્યની વાત કરીએ તો, આ સાઉથ એક્ટર આર્યનની સગાઈની તસવીર છે. આર્ય સાથે જોવા મળેલી આ દુલ્હન તમિલ અને તેલુગુ ફિલ્મોની એક્ટ્રેસ સાયશા છે. આર્યન અને સાયેશાના લગ્ન વર્ષ 2019માં થયા હતા. સાયશા દિવંગત અભિનેતા દિલીપ કુમારની પત્ની અને દિગ્ગજ અભિનેત્રી સાયરા બાનુના સંબંધી છે.

sonakshi sinha reaction on viral wedding picture: સલમાન ખાન સાથે લગ્નની અફવા પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન, કહ્યું...

ફિલ્મ 'દબંગ'માં જ સોનાક્ષી સલમાન સાથે જોવા મળી

સોનાક્ષી સિન્હાએ વર્ષ 2010માં સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'દબંગ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. દબંગ સિવાય સોનાક્ષી સલમાન સાથે અન્ય કોઈ ફિલ્મમાં જોવા મળી નથી.

sonakshi sinha reaction on viral wedding picture: સલમાન ખાન સાથે લગ્નની અફવા પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન, કહ્યું...

આ પણ વાંચો:બોલિવૂડમાં શેન વોર્ન પર બનવાની હતી બાયોપિક, બાયોપિક માટે આ હોલિવૂડ એક્ટરનું નામ પણ આવ્યું હતું સામે

ABOUT THE AUTHOR

...view details