સોનાક્ષીએ કહ્યું કે, મેં મારા કરિયરમાં આ બાબતને બહુ ગંભીરતાથી નહીં લેવાનો બોધ લીધો છે. કારણ કે, એક ફિલ્મનું ભાગ્ય તમારા હાથમાં નથી. તમે તમારૂ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરો છો અને તમારુ 100 ટકા આપો છો પછી તે દર્શકોના હાથમાં હોય છે.
હું ફિલ્મના રિલીઝ પહેલા નર્વસ થઈ જાઉં છું: સોનાક્ષી સિન્હા - dabang 3 news
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનું માનવું છે કે, કોઈપણ ફિલ્મનું નસીબ કોઈના હાથમાં નથી હોતું અને દર્શક જ અંતિમ જજ હોય છે. કોઈપણ નવા પ્રોજેક્ટના રિલીઝ પહેલા નર્વસ થવું સામાન્ય બાબત છે. સોનાક્ષીએ કહ્યું કે, દરેક ફિલ્મની તમારા જીવનમાં એક સફર હોય છે જે મહત્વની હોય છે. હું કોઈપણ ફિલ્મના રિલીઝ પહેલા નર્વસ થઈ જાઉં છું.
અભિનેતાથી નેતા બનેલા શત્રુધ્ન સિન્હા અને પૂનમ સિન્હાની પુત્રી સોનાક્ષીએ 2010માં સલમાન ખાન સાથે 'દબંગ'થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેઓએ 'રાઉડી રાઠૌર', 'લૂટેરા', 'હોલી ડે: અ સોલ્જર ઈઝ નેવર ઓફ ડ્યૂટી' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ઉપરાંત તેમની 'તેવર', 'અકીરા', 'નૂર', 'ફોર્સ 2' અને 'કલંક' જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.
સોનાક્ષી 'દબંગ 3'માં 'રજ્જો'ના રૂપે ફરી ફિલ્મી પડદે આવી રહી છે. પ્રભુ દેવા નિર્દેશિત, સલમાન સ્ટારર આ ફિલ્મમાં અરબાઝ ખાન, અમોલ ગુપ્તે, માહી ગિલ અને ટીનૂ આનંદ પણ છે. ફિલ્મ અભિનેતા-ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકર પણ આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. 'દબંગ 3' 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે.