મુંબઈઃ શોભિતા ધૂલીપાલા સેલ્ફ શોટ મગેઝિન કવર કન્ટ્રોવર્સી પર રોક લગાવવા માટે લાંબા જવાબ સાથે સામે આવી છે.
શોભિતાએ જણાવ્યું હતું કે, મેગેઝિનમાં જે બધી તસવીરો દર્શાવવામાં આવી છે, તે તેણે પોતે જ લીધી છે અને વાયરલ ફોટામાં દેખાતો માણસ એક અજાણી વ્યક્તિ છે, જેણે તસવીર લેવાની ઓફર પણ કરી હતી.
અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું છે, 'મેં પોસ્ટ કરેલી છેલ્લી તસવીર વિશે ઘણા લોકોએ મને ઘણું કહ્યું હતું. એ વાતથી હું નિરાશ છું કે લોકો થોડી વારમાં એમ જ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચ્યા અને આ મારા માટે શીખવાની તક પણ છે. હું જે પણ કરી રહી છું તે સંપૂર્ણ પારદર્શિતા સાથે કરી રહી છું.
શોભિતા ધૂલીપાલાએ વધુમાં ઉમેર્યું કે, 'તેણે કોસ્મોપોલિટનમાં ઉપયોગમાં લેવાયેલો ફોટો લીધો નથી (અને તે સામાયિક સાથે સંબંધિત નથી) અને આ ભવ્ય સહયોગથી મને આનંદ થયો છે. આ કોઈ ઓફિશિયલ ફોટો નથી, તે ફોટાને મેગેઝિને ક્યારેય લીધો નથી. મેં તેને મૂળ ફોટા સાથે પોસ્ટ કર્યું કારણ કે મને તે ગમ્યું. મને ખબર પડી કે આ વિશે માહિતી આપવા માટે કેપ્શનને બદલવું જોઈએ હતું. કાશ મારી પાસે વધુ નાટકથી ભરેલી વાર્તા હોત, પરંતુ સત્ય સરળ છે .. ઘરે રહો સુરક્ષિત.'
અભિનેત્રી જે ફોટાને લઈ વિવાદમાં આવી હતી અને જે ફોટા પર સવાલ ઉભા થઈ રહ્યાં હતાં, તે ફોટામાં શોભિતા પોતાની છત પર ડાર્ક શર્ટમાં દિવાલ સાથે ઉભી રહી પોઝ આપતી જોવા મળે છે.