ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બિગ બૉસઃ હિમાંશીને આસીમનું પ્રપોઝલ લાગ્યુ ફિલ્મી - latest news of asim-riazs

રિયલિટી શૉ ‘બિગ બૉસ 13’ રોજ તેના પ્રતિસ્પર્ધીઓના કારણે ચર્ચામાં રહે છે. આજકાલ આ પ્રોગ્રામમાં રોમાન્ટિક માહોલ જોવા મળી રહ્યો છે. હિંમાંશી ખુરાના એક ટાસ્ક લઈ ઘરમાં પરત ફરી છે. ત્યારે તેના પ્રેમમાં ગળાડૂબ આસીમ રીયાઝે તેની સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. જે અંગે વાત કરતાં હિમાંશી રશ્મિ દેસાઈને કહે છે કે, "આસીમનું પ્રપોઝલ ફિલ્મી હતું. હું આ સંબંધને લઈને બહાર જઈને વિચારીશ."

bigg-boss-13-
bigg-boss-13-

By

Published : Feb 1, 2020, 1:10 PM IST

મુંબઈઃ પંજાબી ગાયિકા હિમાંશી ખુરાનાને ‘બિગ બૉસ 13’ના પ્રતિસ્પર્ધી આસીમ રિયાઝે શૉમાં પ્રપોઝ કર્યુ હતું. જે તેણે ઘણું ફિલ્મી લાગ્યું હતું. તે શૉના એપિસોડમાં રશ્મિ સાથે આ તમામ વાતોને લઈ પોતાના વિચાર શેયર કરતી જોવા મળે છે.

હાલ, આ પ્રોગ્રામમાં સપોર્ટ વીક લ ટાસ્ક ચાલી રહ્યો છે. જેમાં પ્રતિસ્પર્ધીઓને સપોર્ટ કરવા માટે તેમના મિત્રો અને પરિવારના સભ્યો આવ્યાં છે. ત્યારે આસીમ રિયાઝને સપોર્ટ કરવા માટે શૉની એક્સ કન્ટેસ્ટન્ટ હિમાંશી ખુરાના આવી છે.

તે ઘરમાં પ્રવેશે તેની સાથે આસીમ હિમાંશી સામે પોતાના પ્રેમનો એકરાર કરે છે. ત્યારે હિમાંશી આ અંગે કમેન્ટ કરવાની ના પાડે છે. સાથે તેને ગેમ પર ફોકસ કરવા કહે છે. ત્યારબાદ આસીમ ઘૂંટણીએ બેસીને હિમાંશી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકીને એકવાર ફરી પોતાની લાગણી વ્યક્ત કરે છે. છતાં તે કોઈ જવાબ આપતી નથી.

આ શૉ એક પ્રોમો વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રતિસ્પર્ધી રશ્મિ દેસાઈ હિમાંશી સાથે વાત કરે છે. જેમાં તે હિમાંશીને કહે છે કે, "આસીમ તેને ખૂબ પ્રેમ કરે છે. જેના જવાબમાં હિમાંશી કહે છે કે, તેને આસીમનો પ્રપોઝલ ફિલ્મી લાગ્યુ હતું. તે આ સંબંધ વિશે બહાર જઈને વિચારીશ."

ABOUT THE AUTHOR

...view details