ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત કેસ : NCBએ મુંબઇ-ગોવાથી 6 લોકોની ધરપકડ કરી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ચાલી રહેલા ડ્રગ એંગલ તપાસના ભાગરૂપે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઇ અને ગોવામાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. NCBએ 6 લોકોની ધરપકડ કરી છે.

સુશાંત કેસ
સુશાંત કેસ

By

Published : Sep 13, 2020, 2:00 PM IST

મુંબઇ: NCBએ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતને લગતી ડ્રગ એંગલની તપાસના સંદર્ભમાં મુંબઇ અને ગોવાથી વધુ 6 લોકોની ધરપકડ કરી છે. આ માહિતી રવિવારે એક અધિકારીએ શેર કરી હતી. ઝોનલ ડિરેક્ટર સમીર વણખેડેની આગેવાની હેઠળની ટીમે કરમજીતસિંહ આનંદની ધરપકડ કરી છે.

સુશાંત કેસ

કરમજીતસિંહ આનંદ પાસેથી ગાંજા અને ચરસ જેવા પ્રતિબંધિત માદક દ્રવ્યો મળી આવ્યા છે. ગાંજાના સપ્લાયર, ડિવાન એન્થની ફર્નાન્ડિઝ અને બે અન્ય લોકોને દાદરથી ધરપકડ કરવામાં આવી હતી. NCBએ તેની પાસેથી અડધો કિલો ગાંજો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત અંકુશ અરેન્જા નામના શખ્સની પવઈથી ધરપકડ કરવામાં આવી હતી. અરન્જા કરમજીત પાસેથી પ્રતિબંધિત માદક પ્રદાર્થોને રિસીવ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.

સુશાંત કેસ

NCBએ અરેન્જા પાસેથી 42 ગ્રામ ચરસ અને રૂપિયા 1,12,400ની રોકડ રકમ જપ્ત કરી છે. NCBના નાયબ નિયામક કે.પી.એસ. મલ્હોત્રાએ કહ્યું કે, ગોવા સબ ઝોન NCBએ આ જ કેસમાં ક્રિસ કોસ્ટાની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details