વધતી જતી ઉંમરની સાથે રૂમા અનેક તકલીફોથી પીડાઈ રહ્યાં હતાં. વર્ષ 1934માં કોલકાતામાં જન્મેલા રૂમાએ વર્ષ 1951માં લીજેન્ડ્રી સિંગર અને એક્ટર કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતાં. તેઓ કિશોર કુમારના પહેલી પત્ની હતાં, પરંતુ આ સંબંધ લાંબો ચાલ્યો નહીં અને લગભગ 6 વર્ષમાં બંને છૂટા થયા હતા. 1960માં રૂમાએ અરુપ ગુહા થાકુર્તા સાથે લગ્ન કર્યા હતા.
કિશોર કુમારની પહેલી પત્ની રૂમા ગુહાએ દુનિયાને કહ્યું અલવિદા... - Culcutta
મુંબઇઃ બૉલિવુડ જગતની મશહુર એક્ટ્રેસ રૂમા ગુહા થાકુર્તાએ સોમવારે 84 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ કોલકતામાં પોતાના ઘર બાલીગંગે પ્લેસમાં રહેતા હતા. થોડા દિવસો પહેલા જ રૂમા પોતાના ઘરે કોલકાતા પરત આવ્યાં હતાં. પોતાના દિકરા અમિત કુમાર સાથે મળીને મુંબઇ આવ્યાં હતાં અને ત્યાં લગભગ 3 મહિના સુધી રહ્યાં હતાં.
ઘણી શાનદાર બંગાળી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત રૂમા એક ખૂબ જ જાણીતા પ્લેબેક સિંગર પણ હતા. તેમણે એંટની ફિરંગી, ગંગા, ઓભીજાન, પાલાતક, ઓશિતે આસિઓ ના, બાલિકા વધુ જેવી શાનદાર ફિલ્મ આપી હતી. તેમની ફિલ્મ બાલિકા વધુ આજ સુધી દર્શકોને યાદ છે. તેમણે સત્યજીત રેની ફિલ્મ 'અભિજાન' અને 'Ganoshotru' જેવી ધમાકેદાર ફિલ્મ પણ આપી હતી.
રૂમાના નિધનથી સમગ્ર બંગાળ શોકમાં છે, ત્યારે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરી લખ્યું કે, 'રૂમાના નિધનથી ખૂબ જ દુઃખી છું. ફિલ્મ અને સંગીત ક્ષેત્રે તેમને હંમેશા યાદ કરવામાં આવશે તો તેમના પરિવારને સાંત્વના.'