ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ હિટ જવાની ખાતરી હશે તો જ ફિલ્મમાં કામ કરીશ : નેહા કક્કર - Neha kakkar film news

બૉલિવુડની સિંગર નેહા કક્કર પોતાના મધુર અવાજથી લોકોની ધડકન બનેલી છે, પરંતુ હવે ફિલ્મમાં એક્ટિંગ કરતી પણ જોવા મળી શકે છે. જાણો ફિલ્મમાં કામ કરવા અંગે નેહાએ શું કહ્યું...

news
news

By

Published : Mar 16, 2020, 9:39 AM IST

મુંબઈ : પોતાના મધુર અવાજથી લોકોના દિલ જીતનારી નેહા કક્કરે ફિલ્મોમાં કામ કરવા અંગ વાત કરી હતી. ફિલ્મમાં કામ કરવા પર નેહાએ કહ્યું કે જયારે તેણીને લાગશે કે આ ફિલ્મ હિટ જશે તો જ તે એક્ટિંગ કરશે.

બૉલિવુડની પોપ્યુલર સિંગર નેહા કક્કર કોઈના કોઈ મુદે લાઈમ લાઈટમાં રહેતી જ હોય છે. ગર્મી, સાકી સાકી, દિલબર, પ્યાર દો અને આંખ મારે જેવા ધમાકેદાર ગીતને પોતાનો અવાજ આપનારી નેહા એકિટંગમાં પણ અજમાવી શકે છે, પરંતુ આ અંગે નેહાનુ કહેવુ છે કે જ્યારે મને લાગશે કે આ ફિલ્મ હિટ જશે ત્યારે જ ફિલ્મમાં એક્ટિંગ કરીશ.

આ અંગે વધુમાં નેહાએ કહ્યું કે, "અત્યાર સુધી જે પણ સિંગરોએ ફિલ્મમાં અજમાવવાનો પ્રયાસ કર્યો તે લોકો સફળ રહ્યાં નથી. તેવામાં હું ઈચ્છુ છું કે હું ફિલ્મમાં કામ કરીશ તો ધ્યાન રાખીશ કે જો ફિલ્મ હિટ જાય તેમ હશે તો જ હું ફિલ્મમાં કામ કરીશ."

આ સાથે નેહાએ જણાવ્યું કે "હું માત્ર ફિલ્મ કરવા ખાતર નહી કરું. જો મને લાગશે આ ફિલ્મ હિટ જાય તેમ છે તો જ ફિલ્મમાં હાથ અજમાવીશ."

નોંધનીય છે કે, અગાઉ સોનુ નિગમ, હિમેશ રેશમિયા, હની સિંહ અને આદિત્ય નારાયણ જેવા સિંગરો ફિલ્મમાં અજમાવી ચુક્યા છે, પરંતુ તેમને સફળતા મળી નથી.

ABOUT THE AUTHOR

...view details