ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દીપિકા પાદુકોણ સાથે કામ કરવા ઉત્સુક છે સિદ્ધાંત ચતુર્વેદી - સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા

ફિલ્મ 'ગલીબોય' ની સફળતા બાદ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી પાસે ઘણા રસપ્રદ પ્રોજેક્ટ્સની સૂચિ છે. જેમાં શકુન બાત્રાની અનટાઇટલ્ડ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. અભિનેતાએ કહ્યું હતું કે, તે બૉલિવૂડ ડીવા દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.

Etv Bharat, Gujarati News,Siddhant Chaturvedi excited working with Deepika Padukone in next
Siddhant Chaturvedi excited working with Deepika Padukone in next

By

Published : Jun 24, 2020, 9:48 AM IST

મુંબઇઃ બૉલિવૂડમાં ગલીબોયના પાત્ર MC શેર સાથે ધમાકેદાર એન્ટ્રી કરનારા સિદ્ધાંત પાસે અનેક ફિલ્મોની ઓફર છે. આ ફિલ્મોમાં 'બંટી ઔર બબ્લી 2' અને શકુન બાત્રાની અન ટાઇટલ્ડ ફિલ્મનો સમાવેશ થાય છે, જેમાં તે દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. પોતાના કરિયરમાં દીપિકા સાથે કામ કરવાને લઇને સિદ્ધાંત ખૂબ જ ઉત્સુક છે.

જ્યારે તેને પોતાના અપકમિંગ પ્રોજેક્ટસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, તે બંટી ઔર બબ્લી 2ને લોકો સમક્ષ રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેનું માનવું છે કે, કોરોના મહામારી બાદ બધું જ સારું થશે અને તે પોતાની ફેમીલિ ડ્રામા ફિલ્મને જલ્દી જ લોકો સમક્ષ રજૂ કરશે.

તે આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, રાની મુખર્જી અને સૈફ અલી ખાન સાથે કામ કરીને ખૂબ જ ખુશ છે. આ શ્રેષ્ઠ ફિલ્મ છે. તેમણે જણાવ્યું હતું કે, શૂટિંગ દરમિયાન ઘણા એવા અનુભવો થયા છે જે જીદંગીભર તેને યાદ રહેશે અને આ ફિલ્મને લઇને તે ખૂબ જ ઉત્સુક છે.

સિદ્ધાંતના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તે શકુન બાત્રાની અનટાઇટલ્ડ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે સાથે કામ કરશે.

તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મ એક એવી શૈલી આધારિત છે, જે બૉલિવૂડમાં આ પહેલા ક્યારેય ઉપયોગમાં લેવાયો નથી. વધુ ઉત્સુક્તાની વાત એ છે કે, હિન્દી સિનેમામાં આ પ્રકાર પર આધારિત પહેલી ફિલ્મ બનવા જઇ રહી છે. શકુન એક જાણીતા ડિરેક્ટર છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દીપિકા પાદુકોણ સાથે વાત કરવી એ કોઇ પણ છોકરાનું સપનું હોય છે. આ એક રોમેન્ટિક થ્રિલર છે અને હું મારી ખુશીને વ્યક્ત કરી શકતો નથી.

ABOUT THE AUTHOR

...view details